ETV Bharat / state

Gandhinagar News: 12 થી 14 જૂન વચ્ચે પ્રવેશોત્સવ, સરહદી ગામોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ભૂલકાઓને કરાવશે પ્રવેશોત્સવ - National Education

નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 ની ભલામણો મુજબ આ વર્ષે પ્રથમવાર 5 થી 6 વર્ષ સુધીની વયના બાળકો બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કચ્છ-ભાવનગર અને નર્મદા જિલ્લાના સરહદી ગામોમાં શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરશે.બાલવાટિકામાં પ્રવેશ મેળવનારા ભુલકાંઓ માટે 11.67 લાખ બૂક્સ પ્રિન્ટીંગ કરીને શાળાઓમાં પ્રવેશોત્સવ શરૂ થતા પહેલાં રાજ્ય સરકારે પાઠય પુસ્તક મંડળ મારફતે પહોંચાડી દીધા છે.

12 થી 14 જૂન વચ્ચે પ્રવેશોત્સવ, સરહદી ગામોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ભૂલકાઓને કરાવશે પ્રવેશોત્સવ

author img

By

Published : Jun 7, 2023, 1:50 PM IST

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષથી બાળકોને પ્રવેશોત્સવ કરાવે છે.આ પ્રથા તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરવી છે. ત્યારથી અકબંધ છે ત્યારે તારીખ 12 જૂન થી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો 20 મો તબક્કો સજરું થઈ રહ્યો છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ બોર્ડર વિલેજ-સરહદી ગામોની શાળાઓમાં બાળકોના શાળા પ્રવેશ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરશે. ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની થીમ સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીઓ તથા સમગ્ર આયોજન અંગેની માર્ગદર્શન બેઠક મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.

ડેટાબેઝમાં એન્ટ્રી: નવી એજ્યુકેશન પોલિસી હેઠળ પ્રવેશ, પુસ્તકો પહોંચાડી દીધા શાળાએ રાજ્ય સરકાર દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 ની ભલામણો મુજબ આ વર્ષે પ્રથમવાર 5 થી 6 વર્ષ સુધીની વયના બાળકો બાલવાટિકામાં પ્રવેશ અપાશે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં કચ્છ, ભાવનગર અને નર્મદા જિલ્લાના સરહદી ગામોની શાળાઓમાં ભુલકાંઓનો પ્રવેશ કરાવશે. આવા પ્રવેશ અપાયેલા બાળકોની જન્મ પ્રમાણપત્રના આધારે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ડેટાબેઝમાં એન્ટ્રી કરવામાં આવશે.

પાઠય પુસ્તક મંડળ મારફતે: આ ઉપરાંત પ્રવેશ ન મેળવેલા બાળકોનું CRS સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમના જન્મ રજીસ્ટર ડેટાબેઝમાંથી ટ્રેકીંગ કરી તેમની નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. શાળા પ્રવેશોત્સવ પહેલાં શાળાઓમાં પુસ્તકો પહોંચાડવામાં આવ્યા હોવાની વિગતો આપતાં શિક્ષણ સચિવ વિનોદ રાવે બેઠકમાં જણાવવામાં આવ્યું કે, ધોરણ 1 થી 12 ના 4.64 કરોડ પુસ્તકો પહોંચાડી દેવાયા છે. તેમજ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પણ પુસ્તકો સમયસર મળી રહે તે માટે 1.04 કરોડ પુસ્તકો વિતરકો સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. બાલવાટિકામાં પ્રવેશ મેળવનારા ભુલકાંઓ માટે 11.67 લાખ બૂક્સ પ્રિન્ટીંગ કરીને શાળાઓમાં પ્રવેશોત્સવ શરૂ થતા પહેલાં રાજ્ય સરકારે પાઠય પુસ્તક મંડળ મારફતે પહોંચાડી દીધા છે.

માળખાકીય સુવિધાઓ: છેવાડાના ગામ નહીં પણ પ્રથમ ગામ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજાનારા 20 માં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન બોર્ડર વિલેજ-સરહદી વિસ્તારના ગામોની શાળાઓમાં પ્રવેશોત્સવ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે. સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે બોર્ડર વિલેજને છેવાડાના કે છેલ્લા ગામ નહિ પરંતુ પ્રથમ ગામ ગણીને પ્રાથમિક શિક્ષણ સહિતની માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાનો છે. શાળા પ્રવેશોત્સવની ઉત્તરોત્તર સફળતાને પરિણામે ડ્રોપ આઉટ રેઇટ 37 ટકાથી ઘટીને 2 ટકા જેટલો નીચો આવી ગયો છે.

શાળા પ્રવેશોત્સવ: એટલું જ નહિ, શાળામાં બાળકોના નામાંકનનો દર પણ ૭પ ટકાથી વધીને 99 ટકાએ પહોંચ્યો છે. કન્યા કેળવણી અભિયાન જેવા શિક્ષણ સેવાલક્ષી આયામોથી શિક્ષકો અને વાલી ગણના માઇન્ડ સેટમાં પણ બદલાવ આવ્યો છે. જ્યારે આજે એવી સ્થિતી ઊભી થઇ છે કે જો કોઇ બાળક એકાદ દિવસ પણ શાળામાં ગેરહાજર રહે તો શિક્ષક સ્વયં બાળકના ઘરે પહોંચી જઇ તેની ગેરહાજરીના કારણો અને પરિસ્થિતીની તપાસ કરે છે. શિક્ષણ ની સાથે માળખાકીય સુવિધાની સમીક્ષા રાજ્યમાં 12 થી 14 જુનના રોજ શાળા પ્રવેશોત્સવ યોજવા જય રહ્યું છે.

શાળાઓમાં સહભાગી: આજે રાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આ વર્ષે શાળા પ્રવેશોત્સવ સાથે જે-તે ગામોમાં પીવાનું પાણી, વીજળી, રોડ-રસ્તા, સ્વચ્છતા, સ્થાનિક આરોગ્ય સુવિધાની પણ સમીક્ષા પ્રવેશોત્સવમાં જનારા અધિકારીઓ દ્વારા હાથ ધરાશે. જ્યારે પ્રવેશોત્સવના આયોજન અને અમલીકરણ માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લાઓમાં તેમજ નગરપાલિકા-મહાનગરપાલિકામાં ચીફ ઓફિસર કે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સમિતીની રચના પણ કરવામાં આવશે. આ પ્રવેશોત્સવમાં કેબીનેટ અને રાજયકક્ષાના પ્રધાનો, સાંસદ સભ્યો પદાધિકારીઓ તથા રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશઓ, પોલીસ અને વન વિભાગ સહિત વિવિધ વિભાગોના વર્ગ-1 ના અધિકારીઓ તેમજ ખાતાના વડાઓ આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં વિવિધ ગામોની શાળાઓમાં સહભાગી થવાના છે.

  1. Gandhinagar News : નાગરિકોની સુખાકારી માટે CM ભૂપેન્દ્ર પટેલે 41.80 કરોડની કરી ફાળવણી
  2. Gandhinagar News : 10,000 કરોડ રૂપિયાનું કૌભાંડના નિર્ણય તત્કાલીન CM રૂપાણીની મિટિંગમાં : અમિત ચાવડા
  3. Gandhinagar News : કલેકટરે નિવૃત્તિ બાદ સહી કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આર્ચયું હોવાની ફરીયાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.