ETV Bharat / state

ભાજપ પ્રદેશ પ્રમુખે મધુ શ્રીવાસ્તવ સામે પગલાં લેવાની ખાતરી આપી

ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વડોદરામાંથી તેમના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ આપી નથી. શ્રીવાસ્તવે આ મુદ્દે પણ વિવાદ છેડ્યો હતો અને પોતાના પુત્રને અપક્ષ તરીકે ઉભો રાખ્યો છે. તેમને પોતાના દીકરાના પ્રચારમાં જવાની પણ વાત કરી હતી, પરંતુ સોમવારે મધુ શ્રીવાસ્તવના દીકરાનું ફોર્મ રિજેક્ટ થયું હતું. તેમના પુત્રે ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ પણ કરી છે. આ અંગે સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, મીડિયા દ્વારા ઓફિસિયલ ઇન્ફર્મેશન મળશે, તો તેમને આ અંગે ઘટતું કરશે.

ભાજપ પ્રદેશ પ્રમુખ
ભાજપ પ્રદેશ પ્રમુખ
author img

By

Published : Feb 8, 2021, 8:23 PM IST

  • વડોદરામાં વાઘોડિયાના ભાજપના વિવાદાસ્પદ ધારાસભ્યનો વધું એક વિવાદ
  • ખાનગી ચેનલના પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી આપી
  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની પગલા લેવા ખાતરી

ગાંધીનગર : વડોદરાના વાઘોડિયાના વિવાદાસ્પદ અને બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુ એક વિવાદ સર્જ્યો છે. તેમને એક ખાનગી ન્યુઝ ચેનલના પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ સમગ્ર વાત કેમેરામાં રેકોર્ડ થઇ છે અને ન્યુઝ ચેનલ પર લાઈવમાં ગઈ છે.

મધુ શ્રીવાસ્તવના પુત્રનું ફોર્મ રદ્દ થયું

ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વડોદરામાંથી તેમના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ આપી નથી. શ્રીવાસ્તવે આ મુદ્દે પણ વિવાદ છેડ્યો હતો અને પોતાના પુત્રને અપક્ષ તરીકે ઉભો રાખ્યો છે. તેમને પોતાના દીકરાના પ્રચારમાં જવાની પણ વાત કરી હતી, પરંતુ સોમવારે મધુ શ્રીવાસ્તવના દીકરાનું ફોર્મ રિજેક્ટ થયું હતું. તેમના પુત્રે ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ પણ કરી છે.

ભાજપ પ્રદેશ પ્રમુખે મધુ શ્રીવાસ્તવ સામે પગલાં લેવાની ખાતરી આપી

શું સી. આર. પાટીલ લેશે મધુ શ્રીવાસ્તવ સામે પગલા?

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દબંગ પ્રમુખ તરીકે જાણીતા છે. પક્ષ વિરુદ્ધ બોલનારા કાર્યકરોને તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી નાખ્યા છે. ત્યારે તેમને શું મધુ શ્રીવાસ્તવ સામે શિસ્તભંગનાં પગલાં લેશે કે કેમ? સોમવારે સી. આર. પાટીલ દ્વારા ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને ડિજિટલ પ્રચાર સામગ્રીનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે તેમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ મુદ્દે સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, મીડિયા દ્વારા ઓફિસિયલ ઇન્ફર્મેશન મળશે તો તેમને આ અંગે ઘટતું કરશે.

ભાજપને ગુંડા ધારાસભ્યોની શા માટે જરૂર છે?

ભાજપની સરકાર વિધાનસભામાં 'ગુંડા એક્ટ' આવી છે. ત્યારે ગુંડાઓ તેમના જ પક્ષમાં ભર્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. અગાઉ પણ મધુ શ્રીવાસ્તવ અનેક વિવાદોમાં સપડાયેલા છે. મીડિયા સામે તેમને ગાળાગાળી અને મારામારી પણ કરી છે, પરંતુ સવાલ એ છે કે, વિધાનસભામાં ભાજપના ધારાસસભ્યોનું સંખ્યાબળ ઓછું છે. વળી પાર્ટીમાંથી જો તેમને સસ્પેન્ડ કરે તો તેમના ધારાસભ્ય પદ ઓર તલવાર લટકી શકે છે. ત્યારે અહીં સી. આર. પાટીલ ચુપકી સાધવાનું અને વિવાદ ટાળવાનું વધુ પસંદ કરે તેમ જણાઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.