ETV Bharat / state

ભાજપ સરકાર દલિતોની પડખે છેઃ પ્રદિપસિંહ જાડેજા - Gujarat

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દલિતોના વરઘોડાને અટકાવવાની ઘટના સામે આવી રહી હતી. જેની સામે પગલા લેવા માટે ભાજપા સરકારે શું કાર્યવાહી કરી તેની માહિતી ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં આપી હતી. મહેસાણાના કડી તાલુકા લ્હોર ગામમાં, મોડાસાના ખંભીસર અને પ્રાંતિજના સીતવાડા ગામમાં દલિતોના વરઘોડા અટકાવ્યાની ઘટના પર તંત્રએ કરેલી કાર્યવાહી વિશે વાત કરી હતી.

ભાજપ સરકાર દલિતોની પડખે છેઃ પ્રદિપસિંહ જાડેજા
author img

By

Published : May 15, 2019, 2:44 PM IST

મહેસાણામાં આવેલા કડી તાલુકાના લ્હોર ગામમાં દલિતોનો વરઘોડા અટકાવીને તેમને ધમકીઓ અપાઇ રહી હતી. જેને અટકાવવા માટે ભાજપા સરકારે ચોક્કસ પગલાં લીધા હોવાનું ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા જણાવ્યું હતું. તેમણે દલિતો વિશે વાત કરતાં કહ્યું હતું કે, તેઓ દલિતોની પડખે છે. સમાજમાં સમરસતાનું વાતારણ જળવાઇ રહે તે માટે સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે.

ભાજપ સરકાર દલિતોની પડખે છેઃ પ્રદિપસિંહ જાડેજા

મહેસાણામાં વરઘોડાને રોકનારા પાંચ લોકોની ધરપકડ કરાઇ છે. તેમજ દલિતોને પોલીસ દ્વારા રક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. પ્રાંતિજના સીતવાડા ગામમાં પોલીસ બંદોબસ્તમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જ્યારે વડાલીમાં અને મોડાસામાં પોલીસ ઘટના સ્થળે હાજર રહી હતી. આમ,ગૃહપ્રધાને સરકારના વખાણ કરતા સમાજમાં એકતા જાળવવા લોકોને જણાવ્યું હતું.

આ ઉપરાંત રાજ્યમાં દલિત સમાજના લગ્ન દરમિયાન કોઇ અનિચ્છિનીય બનાવ ન બને તેની માટે ગામેગામ કમિટી બનાવવાની સરકારે આદેશ આપ્યો હોવાનું જણાવ્યું હતું. સાથે દલિત સમાજને અસ્પૃશ્યતાનો સામનો ન કરવો પડે અને સામાજિક સમરસતાની જળવાઇ રહે તે અર્થે અધિકારીઓને સુચનાઓ અપી હતી.

Intro:હેડિંગ) કડીના લહોરમા કોંગ્રેસના ડેલીગેટ, સરપંચે દલિતનો વરઘોડો અટકાવ્યો, 5ની ધરપકડ, DYSP ફાલ્ગુની પટેલનો અહેવાલ માંગ્યો

ગાંધીનગર,

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં દલિત સમાજના લગ્નમાં નીકળતા વરઘોડાઓ ગામડામાં અટકાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. પોલીસ રક્ષણ સાથે દલિત સમાજે વરઘોડો કાઢવાની ફરજ પડી છે. તેને લઇને રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આજે જણાવ્યુ હતું કે, મહેસાણાના કડી તાલુકાના લહોર ગામમાં દલિત સમાજના વરઘોડો અટકાવવાની છે. બનાવ બન્યો હતો, તેમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન દ્વારા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી અને પુરતો પોલીસ બંદોબસ્ત પાડવાની પણ વાત કરી હતી. આ બનાવમાં કોંગ્રેસના ડેલીગેટ અને કોંગ્રેસ સમર્પિતતા સરપંચ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. જ્યારે મોડાસાના ખંભીસર માં મહિલાઓ સામે રુવાબ છાંટનાર ડીવાયએસપી ફાલ્ગુની પટેલ ફાલ્ગુની પટેલ દ્વારા જે મગજ ઉપરનો કન્ટ્રોલ ગુમાવવામાં આવ્યો હતો, તેને લઈને ગૃહવિભાગે અહેવાલ માગ્યો છે.

Body:રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે ગૃહવિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે, જ્યાં દલિત સમાજના લગ્ન થતા હોય ત્યાં પોલીસ પ્રોટેકશન પૂરું પાડવામાં આવે. કડીના બનાવમાં નાયબ મુખ્યમંત્રીએ સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરી હતી અને સામાજિક સમરસતાનું વાતાવરણ પૂરું પાડ્યું હતું. જ્યારે પ્રાંતિજના સીતવાડા ગામમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સામાન્ય બોલાચાલી થઇ હતી પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. જ્યારે વડાલીમાં પણ શાંતિપૂર્ણ રીતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો મોડાસાના ખંભીસર બોલાચાલી થતા પોલીસ સ્થળ પર હતી. તે સમય જે ઘટના બની તેમાં પોલીસે કાર્યવાહી કરી છે. જ્યારે આ બધાની વિરોધમાં ભાવનગરમાં બનાવ બન્યો છે. દલિત સમાજના વરઘોડામાં રાજપૂત સમાજ દ્વારા તેમણે ઘોડી પુરી પાડવામાં આવી હતી અને વરઘોડો કાઢવામાં મદદરૂપ થયા હતા. ગુજરાત હંમેશા વિકાસશીલ રાજ્ય રહ્યું છે, પરંતુ તેની શાંતિને ડહોળવાનો કેટલાક તત્વો પ્રયાસ કરી રહ્યા છે.

Conclusion:મોડાસાના ખંભીસરમાં વરઘોડા દરમિયાન ડીવાયએસપી ફાલ્ગુની પટેલ દ્વારા પોતાના મગજનો કંટ્રોલ ગુમાવી દેવામાં આવ્યો હતો. આ બાબતે ગૃહવિભાગ દ્વારા સમગ્ર ઘટના નો અહેવાલ મંગાવવામાં આવ્યો છે અને ત્યારબાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

જ્યારે રાજ્યમાં દલિત સમાજના લગ્ન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ગામેગામ કમિટી બનાવવાની સરકારે આદેશ કર્યો છે. આ કમિટીમાં સામાજીક સમરસતા ઊભી થાય તે માટેના પગલા ભરવા પણ આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે રહી રહીને સરકાર જાગી છે અને દલિત સમાજના વરઘોડાઓ નીકળે દલિત સમાજને ગામમાં અસ્પૃશ્યતાનો સામનો ના કરવો પડે અને સામાજિક સમરસતાની જેમ રહે તે માટે અધિકારીઓને સુચનાઓ આપી દેવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.