ETV Bharat / state

આજે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક મળી, ચૂંટણી મામલે ભાજપ આક્રમક મૂડમાં - bjp state executive meeting

આજે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક (BJP executive meeting)ભાજપના પ્રદેશ કાર્યાલય 'કમલમ' (Region Office 'Kamalam)ખાતે યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(Chief Minister Bhupendra Patel), ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ(CR Patil ), હોદ્દેદારો સહીત વ્યક્તિઓ સામેલ થયા હતા.કારોબારીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ(CR Patil )ની વેબસાઈટનું લોન્ચિંગ (Website launch)કરાયું હતું. નવી સરકારે કરેલ કાર્યોનું વિડિઓ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આગામી સમયમાં રાજ્યમાં ભિક્ષુકોને રહેવા, જમવા અને કામ મળી રહે તેવી વ્યવસ્થા કરાશે.કારોબારીમાં રાજકીય ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

આજે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક મળી, ચૂંટણી મામલે ભાજપ આક્રમક મૂડમાં

author img

By

Published : Nov 17, 2021, 4:54 PM IST

Updated : Nov 18, 2021, 9:59 AM IST

  • ભાજપ પ્રદેશની કારોબારી બેઠક 'કમલમ' ખાતે યોજાઈ હતી
  • બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ, મુખ્યપ્રધાન, ભાજપના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત
  • પદ્મશ્રી અને પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર ગુજરાતીઓનું સન્માન

ગાંધીનગરઃઆજે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક(BJP executive meeting) ભાજપના પ્રદેશ કાર્યાલય 'કમલમ' (Region Office 'Kamalam)ખાતે યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(Chief Minister Bhupendra Patel), ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ(CR Patil ), હોદ્દેદારો સહીત 400 જેટલા વ્યક્તિઓ સામેલ થયા હતા.

આજે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક મળી
આજે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક મળી

બેઠકમાં પદ્મ એવોર્ડ વિજેતાઓનું સન્માન

સવારે શરૂ થયેલ આ બેઠકની શરૂઆતમાં તાજેતરમાં પદ્મ એવોર્ડ વિજેતા ગુજરાતી(Padma Award winning Gujarati)ઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બેઠકમાં રાજ્યના જે-તે ખાતાના પ્રધાનોએ પોતાના આગામી કાર્યક્રમોનો રૂપરેખા આપી હતી.કારોબારીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વેબસાઈટનું લોન્ચિંગ (Launch of CR Patil's website)કરાયું હતું. નવી સરકારે કરેલ કાર્યોનું વિડિઓ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આગામી સમયમાં રાજ્યમાં ભિક્ષુકોને રહેવા, જમવા અને કામ મળી રહે તેવી વ્યવસ્થા કરાશે.કારોબારીમાં રાજકીય ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

આજે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક મળી
આજે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક મળી

ભાજપ કાર્યકરોને ઠપકો

આજે યોજાયેલી પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં પ્રદેશ ભાજપના સહ પ્રભારીએ કાર્યકરોને ઠપકો આપ્યો હતો કે, ફક્ત ફોટો પડાવવા ખાતર કાર્યક્રમ કરવો જોઈએ નહીં પરંતુ સંપૂર્ણ નિષ્ઠા સાથે કાર્યક્રમ કરવો જોઈએ. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, ભાજપનો મંડળ પ્રશિક્ષણ વર્ગ 15મી ડિસેમ્બરથી શરૂ કરીને 31ડિસેમ્બરમાં પૂર્ણ થશે.

આજે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક મળી
આજે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક મળી

ડિસેમ્બર અંત સુધીમાં 100 ટકા વેક્સિનેશનનું લક્ષ્ય

ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં વેક્સિનેશન 100 ટકા થાય તે માટે ભાજપના કાર્યકરો લોકોનો સંપર્ક કરશે. જેને 'હર ઘર દસ્તક' કાર્યક્રમ યોજાશે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 92 ટકાથી વધુ નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂકયો છે. 61 ટકા જેટલા નાગરિકો વેક્સિનનોનો બીજો ડોઝ અપાઇ ચૂકયો છે. આમ સરેરાશ 77 ટકા નાગરિકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. આઠ મહાનગરો પૈકી 6 મહાનગરોમાં વેક્સિનેશનની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. અમદાવાદ અને જામનગર મહાનગરમાં નજીકના સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર રાજ્યના 16000 ગામડામાં 100 ટકા વેક્સિનેશન કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

આજે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક મળી, ચૂંટણી મામલે ભાજપ આક્રમક મૂડમાં

પેજ સમિતિ ભાર

આવનાર સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી(Election of Gram Panchayats) અને 2022માં રાજ્યની વિધાનસભાની ચૂંટણી(State Assembly elections in 2022)ઓ આવી રહી છે. ત્યારે પેજ સમિતિના નિર્માણ અને તેના મહત્વ પર ભાર મુકાયો છે. સરકારી યોજના દરેક લોકો સુધી પહોંચાડવા અને આવનારી ચૂંટણીઓ માટે કાર્યકરોને તૈયાર રહેવા જણાવ્યું હતું.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકરોને હવે પ્રધાનોને દિવાળીની શુભેચ્છા આપવા જવાના બદલે પ્રજાના કામ લઈને પ્રધાનો સમક્ષ જવા કહ્યું. સાથે જ વડાપ્રધાનના નામ માત્રથી ચૂંટણી ભાજપ જીતતુ હોવાથી, કાર્યકરોએ હવે ચૂંટણીઓ માટે કમર કસવા જણાવ્યું હતું.

રાજકીય પ્રસ્તાવ અને વાહવાહી

સરકારે કોરોનાની બીજી લહેરમાં નબળી કામગીરી કરી હોવા છતાં, આજની બેઠકમાં રાજકીય પ્રસ્તાવમાં કોરોના કાળમાં સરકારે કરેલ કામગીરીની વાહવાહી કરાઈ હતી. ઉપરાંત ત્રીજી લહેરને પહોંચી વળવા ઉભા કરાયેલ ઓક્સિજન પ્લાન્ટ અને વેકસીનેશનના કાર્યને બિરદાવવા આવ્યું હતું.

સંવિધાન ગૌરવ યાત્રા

આગામી 26 નવેમ્બરથી 06 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં 'સંવિધાન ગૌરવ યાત્ર' યોજાશે. ઉપરાંત 'નમો એપ' અને નરેન્દ્ર મોદી (Narendra Modi)વેબસાઈટ પર જનસંઘથી અત્યાર સુધી ભાજપ માટે કાર્ય કરનાર કાર્યકરોનું જીવન ચરિત્ર રજુ કરાશે.

આ પણ વાંચોઃ સુરતના 23 વર્ષીય યુવકના અંગદાનથી 7 લોકોને નવું જીવન મળ્યું, ભુજની યુવતીમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ

આ પણ વાંચોઃ નથુરામ ગોડસેની મૂર્તિ લગાવનારાઓ પર દેશદ્રોહનો ગુનો દાખલ થવો જોઈએ: ભરતસિંહ સોલંકી

Last Updated : Nov 18, 2021, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.