અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (gujarat election 2022) બંને તબક્કાના મતદાન ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચાર (bjp congress campaign for gujarat) જોરશોરથી રહ્યો હતો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્થાને સ્ટારપ્રચારકોએ બાજી સંભાળી લીધી હતી. કૉંગ્રેસમાંથી અશોક ગેહલોતે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં જાહેરસભા કરી હતી. તેમ જ આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાએ રોડ શૉ કર્યો હતો. આમ, ત્રણેય પક્ષોએ પ્રચાર કાર્ય ચાલુ રાખ્યું હતું.
કૉંગ્રેસ એટલે ભષ્ટાચારઃ અમિત શાહ ભારતીય જનતા પાર્ટી આજે (શનિવારે) સંકલ્પપત્ર(ચૂંટણી ઢંઢેરો) બહાર પાડે (BJP Sankalp Patra for Gujarat Election) તેવી શકયતાઓ છે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે (Amit shah election campaign) દક્ષિણ ગુજરાતના વાગરા વિધાનસભા બેઠક પર જઈને સભાને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, કૉગ્રેસ એટલે ભષ્ટાચાર અને ભષ્ટાચાર, એમ કહીને કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા.
શાહે રસી અંગે કરી વાત સાથે જ તેમણે લોકોને સવાલ પુછ્યો હતો કે, તમામ લોકોને ફ્રીમાં કોરોનાની વેક્સિન મળી કે નહી? કોંગ્રેસને પોલીયોની રસી લાવતા 40 વર્ષ થયા હતા. ભાજપના શાસનમાં કોરાનાની રસી 13 મહિનામાં ભારતને મળી. 200 કરોડ કોરોનાના ડોઝ આપી પણ દીધા. કોંગ્રેસના બધા નેતાઓએ રસી લઈ લીધી. કોરોનાની મહામારીમાં રાજકારણ કરવા નીકળ્યા હતા.
ભારત તૂટ્યું નથી તો જોડવાની યાત્રા શા માટે?: સ્મૃતિ ઈરાની કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ (smriti irani attacks on congress) સુરતમાં જણાવ્યું હતું કે ભારત તૂટ્યું છે જ કયા, કે રાહુલ ગાંધી ભારત જોડવા (Congress Bharat Jodo Yatra) નીકળ્યા છે. આમ આદમી પાર્ટીને મત આપવો એટલે દારૂડિયાને મત આપવા બરાબર છે. તેઓ ફ્રી વીજળી પાણીની વાત કર છે, પણ ગુજરાતીઓ ખેરાત નથી લેતા, ગુજરાતીઓ તો સ્વાભિમાની છે. એમ કહીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર તીખા ચાબખા માર્યા હતા.
ભાજપ પાસે પ્રચારના કોઈ મુદ્દા નથીઃ રાઘવ ચઢ્ઢા દિલ્હીના સાંસદ અને ગુજરાતના પ્રદેશ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પાસે ફ્રી વિજળી, મફત સારવાર માટે સારી હોસ્પિટલ, ફ્રીમાં શિક્ષણ માટે સારી શાળા જેવા મુદ્દા છે, જ્યારે ભાજપ પાસે કોઈ જ મુદ્દો નથી. ભાજપ બીજી પાર્ટીને ગાળો આપી રહી છે. બધા જ સરવે કહી રહ્યા છે કે, આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે.
કૉંગ્રેસના શાસનમાં જનતા ખુશ છેઃ રાજીવ શુક્લા કૉંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ રાજીવ શુકલાએ અમદાવાદમાં કહ્યું હતું કે, ગુજરાતમાં જનતા ભાજપના શાસનની ત્રસ્ત છે અને જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. વર્ષ 2017માં અમે થોડા માટે રહી ગયા હતા, પરંતુ આ વખતે બદલાવ લાવવો જરૂરી બન્યો છે. કૉંંગ્રેસનું શાસન છે, ત્યાં જનતા ખુબ ખુશ છે. અમે જનતાને આપેલા વાયદા પૂર્ણ કરીએ છીએ. ભાજપ અને આપ માત્ર વાયદા કરે છે. યુપીએ સરકાર વખતે ખેડૂતોના 70 હજાર કરોડના દેવા માફ કર્યા હતા.
રોકડ રકમ અને ડ્રગ્સ ઝડપાયું રાજ્ય ચૂંટણી પંચે (Election Commission of Gujarat) જાહેર કર્યું હતું કે અત્યાર સુધીમાં એનડીપીએસ એક્ટ હેઠળ 39 કેસો નોંધીને 61.92 કરોડ રૂપિયાનો એનડીપીએસ પદાર્થ ઝડપ્યો છે. 1.41 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. સ્થાનિક પોલીસ દ્વારા 3.08 કરોડ રૂપિયા રોકડ રકમ જપ્ત કરી છે.