ગાંધીનગર : દેશમાં ઓછી બેરોજગારી ઓછી કરવામાં વધી રહી છે, ત્યારે ડોનર અને ઝાયરોઝ રોજગારી પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા અદા કરશે. ગાંધીનગર ખાતે પ્રથમ આઉટલેટના લોકાર્પણ કરવાની સાથે 22થી વધુ સ્ટોર સાઈન કરીને ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં ખુલ્લી મુકીને માત્ર એક વર્ષના ગાળામાં ભારતમાં સૌથી ઝડપથી વિકસિત ક્યુએસઆર ચેઇન બન્યા છે. જેમાં અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. આ શહેરમાંથી જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો છે તે સાથે, આગામી 3 વર્ષમાં વધુ 20 આઉટલેટ્સ ખોલવાની યોજના બનાવી રહ્યાં છે.
ગ્રાહકો પોતાના ફૂડ ચોઈસને લઈને થોડા વધારે જાગૃત છે અને સાથે જ અલગ અલગ પ્રકારના ફૂડ ખાવાનું પસંદ કરે છે. તેઓ સતત પોતાના ફૂડની પસંદગી બદલતા રહે છે. મધ્યમ વર્ગની વધતી આવક, વધતી યુવા વસ્તી, વર્કિંગ લેડીઝ અને વ્યસ્ત શિડ્યુલને કારણે તાજેતરના સમયમાં ભારતમાં ખાદ્ય ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. ભારતમાં ફૂડ એન્ડ એવરેજ ઉદ્યોગનો વિકાસ અમારા બ્રાન્ડ માટે પણ મોટા ઉદ્યોગોને વિસ્તૃત કરશે.