ETV Bharat / state

રાજ્યમાં ખાનગી કંપનીઓએ કર્યા હજારો વીઘા જમીન પર કબ્જા, જાણો વિધાનસભામાં આ મુદ્દે શું સવાલ-જવાબ થયા

author img

By

Published : Jul 17, 2019, 9:52 PM IST

ગાંધીનગર: જામનગર જિલ્લામાં અનેક કંપનીઓ આવેલી છે. તેમજ કેટલીક કંપનીઓ દ્વારા હજારો વીઘા જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવતું હોય છે. ત્યારે શહેરમાં આવેલી ખાનગી કંપનીઓ દ્વારા 4,00,326 ચોરસ મીટર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. જેને લઈને કોંગ્રેસ ધારાસભ્ય પ્રવિણ મુછડીયાએ દબાણ અંગેના પૂછેલા પ્રશ્ન પર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ તેનો પ્રત્યુત્તર આપ્યો હતો.

શરતભંગ કર્યા પછી તેઓને કરેલા હુકમ સામે અપીલ કરવાની જોગવાઈ છે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

જામનગર જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. જેને લઈને કોંગી ધારાસભ્ય પ્રવિણ મુછડીયાએ વિધાનસભામાં સત્તાધારી પક્ષ પાસે દબાણની જમીનને લઈને જવાબ માંગ્યો હતો. જેના ઉત્તરમાં પૂર્ણેશ મોદીના જણાવ્યાં અનુસાર આ સમગ્ર કૌભાંડને લઇને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, અહીં શરતભંગનો સવાલ છે. બન્ને જિલ્લામાં પુરી માહિતી, કરેલા હુકમો અને દાખલ કરેલી જેટલી જમીન છે, તેની માહિતી આપી છે. શરત ભંગ કર્યા પછી તેઓને કરેલા હુકમ સામે અપીલ કરવાની જોગવાઈ છે.

Intro:હેડીંગ) રિલાયન્સ, ઘડી ડિટર્જન્ટ જેવી કંપનીઓ ગૌચરમાં દબાણ કરીને હજારો વિધા દબાવ્યા : મૂછડીયા

ગાંધીનગર,

જામનગર જિલ્લામાં અનેક નામાંકિત કંપનીઓ આવેલી છે તેમ કહીને પ્રવીણ મૂછડીયાએ જણાવ્યું હતું કે, રિલાયન્સ, ઘડી ડિટર્જન્ટ સહિતની બધી જ કંપનીઓ દ્વારા હજારો વીઘામાં ગૌચરમાં, ખરાબામાં, જમીન પર આ કંપનીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. આ બ્યુટી કંપની આ મોટી કંપનીઓ દ્વારા કરાયેલા દબાણ મામલે મારા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં માત્ર 4,00,626 ચોરસ મીટર જમીન પર દબાણ બતાવી આ સરકારે કંપનીઓને છાવરવાનો પ્રયત્ન કર્યો છે. આ કંપનીઓનું કિંમતી જમીન પરનું દબાણ દૂર કરવા માંગો છો કે નહીં તે અંગે પ્રશ્ન કર્યો ત્યારે સરકારે ગોળ ગોળ પ્રત્યુત્તર આપ્યો હતો, જે કંપની સાથે મીલીભગત હોય અથવા તો સરકાર કોઇ ધારાસભ્યોને મહત્વ ન આપતી હોય તે પ્રકારની તેમની કોશિશ હતી. પ્રવીણ મુછડીયાએ ઉમેર્યું હતું કે, સામાન્ય ખેડૂત શરત ભંગ કરે તો વર્ષો સુધી તેના કેસો ચાલે છે પરંતુ જમીન પરત કરવામાં આવતી નથી અને આવી નામાંકિત કંપનીઓને મફત ભાવે જમીન આપી દે છે તે કામગીરી સરકાર પર ચોક્કસ આંગળી ચીંધે છે. જનતા જાગૃત થાય અને સરકારને જાકારો આપે તે જરૂરિયાત ઊભી થઈ છેBody:સુરત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કહ્યું કે, આજે વિધાનસભામાં પ્રશ્નોતરીમાં પ્રશ્ન 3માં કોંગ્રેસના પ્રવીણ મુસડીયા અને વિક્રમ માડમના જામનગર અને દેવભૂમિ દ્વારકામાં સરકારી પડતર જમીનના પ્રશ્ને જામનગર જિલ્લામાં 4 લાખ624 ચોરસ મીટર જમીન પર દબાણ છે અને શરત ભંગ કરે તો તે ખાલી કરાવવા માંગો છો કે કેમ..?? તેના જવાબમાં ભુપેન્દ્રસિંહએ જણાવ્યું હતુ કે, અહીં શરતભંગનો સવાલ છે. બન્ને જિલ્લામાં પુરી માહિતી, કરેલા હુકમો અને દાખલ કરેલ જેટલી જમીન છે. તેની માહિતી આપી છે. શરત ભંગ કર્યા પછી તેઓને કરેલા હુકમ સામે અપીલ કરવાની જોગવાઈ છે.Conclusion:કોંગ્રેસે કમ્પનીના નામ આપવા જોઈતા હતા. તેમને વિધાનસભામાં સવાલ જુદો પૂછ્યો છે અને મીડિયા સામે અલગ રજુવાત કરે છે. 4,68, 227 ચો.મી.નો કબજો સરકાર હસ્તક લેવામાં આવ્યો છે, તેમાં કુલ 18 કેસ હતા .જેમાંથી 16 કેસો માં સાથણીમાં આપેલી જમીન 3 વર્ષ કે તેથી વધુ સમય પડતર રાખવા અંગે શરતભંગ થયેલ છે. પરંતુ કોંગ્રેસના સભ્યો ગૃહમાં અલગ સવાલ પૂછે છે અને મીડિયા સામે જુદી માહિતી આપે છે.

કાળી કોટી પૂર્ણેશ મોદી ધારાસભ્ય ભાજપ

લાલ ઝભ્ભો પ્રવીણ મુછડીયા ધારાસભ્ય કોંગ્રેસ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.