ETV Bharat / state

બોર્ડની ઉત્તરવહી બંધ વાહનમાંથી કેવી રીતે પડી? સરકાર પૂરી તપાસ કરી કડક પગલાં ભરશેઃ શિક્ષણપ્રધાન - ગાંધીનગર

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ ગોંડલ રોડ ઉપર રઝળતી મળી આવ્યાં બાદ શિક્ષણપ્રધાને આ મામલે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે આ કિસ્સાની વિગતો મેળવીને તપાસ અધિકારીને દોડાવ્યાં છે અને જવાબદારો સામે પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે. જોકે 30 ઉત્તરવહી હાથમાં આવી નથી તે વિદ્યાર્થીઓનું શું થશે તે બાબતે કંઈ જણાવવામાં આવ્યું નથી.

બોર્ડની ઉત્તરવહી બંધ વાહનમાંથી કેવી રીતે પડી? સરકાર પૂરી તપાસ કરી કડક પગલાં ભરશેઃ શિક્ષણપ્રધાન

author img

By

Published : Mar 18, 2020, 5:57 PM IST

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ રોડ ઉપર રઝળતી જોવા મળી છે. બંધ વાહનમાં લઈ જવામાં આવતી ઉત્તરવહીઓ રોડ ઉપર કાગળની જેમ ઉડતી જોવા મળી તે એક ગંભીર સવાલ ઉભો થયો છે. ત્યારે સરકાર દર વખતની જેમ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા નીકળી હોય તે રીતે તાબડતોબ એક અધિકારીને તપાસ માટે મોકલ્યાં છે.

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, બે શિક્ષક, બે પોલીસ કર્મચારી અને ડ્રાઈવરની પણ આ મામલે તપાસ કરવામાં આવશે. શિક્ષણપ્રધાને વિગતો આપતાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, ગોંડલથી વીરપુર વચ્ચેના માર્ગ પર ઉત્તરવહીઓ પડી ગઇ હોવાનું માલૂમ પડ્યું હતું.

આ બસની અંદર 275 થેલાં હતાં. જેમાં એક થેલામાં 400 ઉત્તરવહી હતી. આ 1 થેલા સિવાય બધાં જ પરત મળી ગયાં છે. એક થેલામાંથી અડધા ઉપરની ઉત્તરવહીઓ પણ પરત મળી છે. આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ કમિશનર ઓફ સ્કૂલના ઉચ્ચ અધિકારી મૂકેશ પંડયાને સોંપાઈ છે. હાલમાં બે શિક્ષક, બે પોલીસ અને ડ્રાઇવરની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, તેમ જ તેમની સામે કડક હાથે પગલાં ભરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'કોરોના વાયરસના કારણે ગુજરાતની તમામ શાળાકોલેજોમાં 29 માર્ચ સુધી વેકેશન આપવામાં આવ્યું છે. આ વેકેશન દરમિયાન શાળાએ જતાં બાળકો પોતાનો અભ્યાસ સરળતાથી ઘર બેઠાં કરી શકે તે માટે પણ સરકારે સુચારુ વ્યવસ્થા ગોઠવી છે.'

બોર્ડની ઉત્તરવહી બંધ વાહનમાંથી કેવી રીતે પડી? સરકાર પૂરી તપાસ કરી કડક પગલાં ભરશેઃ શિક્ષણપ્રધાન

જેના અનુસંધાને ગુજરાતની 13 ચેનલના માધ્યમથી સાયન્સ, અંગ્રેજી, ગણિત અને એકાઉન્ટ જેવા મહત્વના વિષયના લેક્ચર નામાંકિત તજજ્ઞો દ્વારા ટીવી ચેનલ પાસે માગેલા સમયે પ્રસારિત કરવામાં આવશે. આખા દેશમાં આ પ્રકારનું કાર્ય કરનાર ગુજરાત પ્રથમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.