ETV Bharat / state

ગુજરાત વિધાનસભામાં બેસ્ટ ધારાસભ્ય એવોર્ડ એનાયત કરાશે, ચોમાસું સત્રમાં થશે જાહેરાત

દેશના અન્ય રાજ્યો જેવા કે રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરાખંડ અને આસામ બાદ હવે ગુજરાતમાં પણ બેસ્ટ ધારાસભ્ય એવોર્ડ આપવામાં આવશે. હાલ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. ત્યારે 21 સપ્ટેમ્બરના રોજ યોજાનારા વિધાનસભાના ચોમાસું સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી બેસ્ટ એમ.એલ.એ. એવોર્ડની જાહેરાત કરશે.

Best
ગુજરાત વિધાનસભામાં બેસ્ટ ધારાસભ્ય એવોર્ડ એનાયત થશે
author img

By

Published : Sep 10, 2020, 6:05 PM IST

ગાંધીનગર: દેશના અન્ય રાજ્યો જેવા કે રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરાખંડ અને આસામ બાદ હવે ગુજરાતમાં પણ બેસ્ટ ધારાસભ્ય એવોર્ડ આપવામાં આવશે. વિધાનસભાના ચોમાસું સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી બેસ્ટ એમ.એલ.એ એવોર્ડની જાહેરાત કરશે.

ગુજરાત વિધાનસભામાં બેસ્ટ MLAની પસંદગી માટે 10 સભ્યોની કમિટીની રચના પણ કરવામાં આવી છે. આ કમિટીમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, સંસદીય બાબતોના પ્રધાન સરકારના અને વિરોધ પક્ષના મુખ્ય દંડક અને વિરોધપક્ષના ઉપનેતાનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આ એવોર્ડ ધારાસભ્યને તેના જીવનકાળમાં માત્ર એક જ વાર આપવામાં આવશે.

ગુજરાત વિધાનસભામાં બેસ્ટ ધારાસભ્ય એવોર્ડ એનાયત થશે

પસંદગી સમિતિમાં એવોર્ડ માટે મળેલા નામાંકનો તથા ભલામણો પર વિચાર કરવામાં આવશે. જે બાદ પસંદગી સમિતિના મહદંશે સર્વ સંમતિથી નિર્ણય કરવામાં આવશે. જો કોઈ કિસ્સામાં સંમતિ ન સધાય તો વિધાનસભા અધ્યક્ષનો નિર્ણય આખરી રહેશે.

શ્રેષ્ઠ ધારાસભ્યોના આ એવોર્ડ માટેના માપદંડ..

  • સભ્યોનો અનુભવ
  • ચર્ચા વકતૃત્વ કૌશલ્ય
  • પ્રજાહિતના મુદ્દાઓના સંબંધમાં જાગરૂકતા ઉઠાવાયા મુદ્દાઓની વિવિધતા તથા તેની ગંભીરતા કોઈપણ મુદ્દાને રજૂ કરવાની રીત
  • ભાષા પર પ્રભુત્વ
  • વિધાનસભાના નિયમો પ્રક્રિયાનું જ્ઞાન તથા તેનું ગૃહની અંદર અને બહાર પાલન અધ્યક્ષ અથવા પ્રમુખ અધિકારીના સૂચનાઓનું પાલન માટે દર્શાવવામાં આવેલા વિવિધ સમિતિઓમાં કરવામાં આવેલ કાર્યો અને ઉપલબ્ધિઓ
  • સભ્યનું ગૃહમાં અને ગૃહની બહાર જાહેર જીવનમાં આચરણ જૂની પરંપરાઓ રૂઢિઓ અને પ્રથાઓ
  • ગૃહ પ્રત્યેનો દ્રષ્ટિકોણની વ્યવસ્થા અને શાંતિ જાળવવામાં સહયોગ
  • ગરીમાની જાળવણીમાં સહયોગ અને યોગદાન
  • અધ્યક્ષસ્થાનેથી આપવામાં આવેલા આદેશોનું પાલન
  • નિયમિત હાજરી પ્રક્રિયા
  • કાર્યવાહીના સંચાલન નિયમોમાં શ્રદ્ધા
  • ગ્રુહમાં પૂછવામાં આવતા પ્રશ્નોની ગુણવત્તા અને રજૂ કરવાની રીતભાત
  • સંચાલનમાં અવધની સ્થિતિમાં ગૃહની કાર્યવાહી ચલાવવામાં સહયોગ

ઉલ્લેખનીય છે કે, અન્ય રાજ્યોની જેમ ગુજરાત વિધાનસભામાં પણ શ્રેષ્ઠ ધારાસભ્યોના એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેની જાહેરાત ચોમાસા વિધાનસભા સત્ર દરમિયાન થઈ શકે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.