ETV Bharat / state

કલેક્ટર કચેરીના રેવન્યુ મહિલા તલાટીને અરજદારે ઝીંક્યા ફડાકા, એટ્રોસિટી નોંધાઇ - gujaratinews

ગાંધીનગર: કલેક્ટર કચેરીમાં રેવન્યુ વિભાગમાં મહેસૂલી તલાટી તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીને એક અરજદારે સામાન્ય બાબતમાં ફડાકા ઝીંકી દીધા હતા. અરજી લઈને આવેલા અરજદારે મહિલા કર્મચારી પાસે ઇનવર્ડ નંબર નાખીને રીસીવ કોપીની માગ કરી હતી. ત્યારબાદ થોડો સમય બેસવાનું કહેતા અરજદાર ઉશ્કેરાઈ ગયો હતો અને મારામારી કરી હતી. આ બાબતે મહિલા કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં અરજદાર સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવી હતી.

કલેક્ટર કચેરીના રેવન્યુ મહિલા તલાટીને અરજદારે ઝીંક્યા ફડાકા
author img

By

Published : Jul 2, 2019, 3:28 AM IST

રાજ્યમાં કર્મચારીઓ સામે મારામારીના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગર બે દિવસ પહેલા કોલવડા ગામના તલાટી કમ મંત્રીને સહી સિક્કા કરી આપવાની બાબતમાં અંગૂઠા પકડાવી માર માર્યો હતો. આ બાબતની ચર્ચા હજુ પૂરી થઈ નથી, ત્યારે કલેક્ટર કચેરીમાં મહેસૂલી તલાટી તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી નીલમ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોમવારે રાજેશ મણીલાલ પટેલે ત્રણ પાનાની અરજી લઇને આવ્યો હતો. જેને થોડો સમય બેસવાનું જણાવ્યું હતું.

જેને લઇને રાજેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને મને જાતી વિષયક શબ્દો બોલવા લાગ્યા હતા અને નામ અને જાતિ પૂછીને મારી સાથે ખરાબ વ્યવહાર પણ કર્યો હતો. આ બનાવને લઇને કલેક્ટર કચેરીમાં લોકોના ટોળા એકઠા થયા હતા. સમગ્ર કચેરીમાં એક સમય માટે આ બાબતને લઇને ચર્ચા જોવા મળી હતી.

Intro:હેડિંગ) કલેકટર કચેરીના રેવન્યુ મહિલા તલાટીને અરજદારે ફડાકા ઝીંકયા, એટ્રોસિટી નોંધાઇ

ગાંધીનગર, પ્રતીકાત્મક તસવીર મૂકવી

ગાંધીનગર કલેકટર કચેરીમાં રેવન્યુ વિભાગમાં મહેસૂલી તલાટી તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીને એક અરજદારે સામાન્ય બાબતમાં ફડાકા ઝીંકી દીધા હતા. અરજી લઈને આવેલા અરજદારે મહિલા કર્મચારી પાસે ઇનવર્ડ નંબર નાખીને રીસીવ કોપીની માંગ કરી હતી. ત્યારબાદ થોડો સમય બેસવાનું કહેતા અરજદાર ઉશ્કેરાઈ ગયો હતો અને મારા મારી કરી નાખી હતી. આ બાબતે મહિલા કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં અરજદાર શખ્સ સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવી હતી.

Body:રાજ્યમાં કર્મચારીઓ સામે મારામારીના કિસ્સા વધી રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં બે દિવસ પહેલા કોલવડા ગામ ના તલાટી કમ મંત્રીને સહી સિક્કા કરી આપવાની બાબતમાં અંગૂઠા પકડાવી માર માર્યો હતો. આ બાબતની ચર્ચા હજુ પૂરી થઈ નથી ત્યારે કલેકટર કચેરીમાં મહેસૂલી તલાટી તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી નીલમ વિકી બાબુલાલ મકવાણા (રહે, કલોલ. ગાંધીનગર) ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજે સોમવારે રાજેશ મણીલાલ પટેલ ત્રણ પાના ની અરજી લઇને આવ્યો હતો. જેની અરજી મેં સ્વીકારી હતી અને અરજી રિસીવ કરીને એક નકલ પરત આપી હતી. પરંતુ આજે સે અરજી નો અવાજ નંબર તાત્કાલિક માં ગયો હતો. પરિણામે અરજી પર અધિકારીની સહી થયા બાદ અને ઓનલાઇન કોમ્પ્યુટરમાં એન્ટ્રી થાય ત્યારબાદ નંબર પડતો હોય છે જેની માહિતી આપી હતી. જેને લઇને થોડો સમય બેસવાનું મેં જણાવ્યું હતું.

Conclusion:બેસવાનું કહેવાની સાથે જ રાજેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને મને જાતી વિષયક શબ્દો બોલવા લાગ્યા હતા. મારું નામ અને જાતિ પૂછીને મારી સાથે ખરાબ વ્યવહાર પણ કર્યો હતો. આ બનાવને લઇને કલેકટર કચેરીમાં લોકોના ટોળા વળી ગયા હતા. સમગ્ર કચેરીમાં એક સમય માટે આ જ બાબતની ચર્ચા ચાલતી જોવા મળી હતી. કર્મચારીઓ ઉપર હુમલા વધી રહ્યા છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં કર્મચારીઓના પણ દોષ જોવા મળતા હોય છે. અરજદારોને વારંવાર ધક્કા ખવડાવવાના કારણે ક્યારેક મગજ ઉપરનો પિત્તો ગુમાવતા હોય છે. ક્યારેક વહેલા બોલાવીને કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે. તેને કારણે પણ અરજદારો માં ક્યાંક અંશે જોવા મળતો હોય છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.