ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઢબુડી માતા ટૂંકા સમયમાં પ્રસિદ્ધ થઇ ગઇ હતી, ત્યારબાદ ગઢડા(સ્વામીના)ના ભીખાભાઈ માણીયા દ્વારા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે અરજી આપવામાં આવી હતી.
ધનજી ઓડ દ્રારા વકીલ મારફતે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન માંગવામાં આવ્યા હતાં. પરંતુ, આગોતરા જામીન અરજીનો અસ્વીકાર કરવામાં આવતા મુશ્કેલીઓમાં વધારો થયો હતો. પેથાપુર પોલીસ સ્ટેશનમાં નિવેદન લખાવવા પહેલી નોટિસ ફટકારી હતી, પરંતુ તેની અવગણના કરવામાં આવતા પોલીસે બીજી નોટિસ ફટકારી તેના નિવાસ સ્થાને નોટિસને ચોંટાડવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતુ કે, તાત્કાલિક પોતાનું નિવેદન લખાવવા હાજર થાય.