અમિત શાહનો જન્મ 22 ઓકટોબર, 1964માં મુંબઈમાં થયો હતો. ભાજપના કાર્યકરથી કેન્દ્રીય પ્રધાન પદે પહોંચેલા અમિત શાહ 22 ઓકટોબરે પરિવાર સાથે તેમનો બર્થ ડે મનાવવા માટે ગુજરાત આવશે. તેઓ એક દિવસનું રોકાણ કરશે. પત્ની સાથે તેઓ સોમનાથ દાદાના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ મેળવશે.
ઉલ્લેખનીય છે કે, અમિત શાહનું મૂળ વતન ગાંધીનગર જિલ્લાનું માણસા છે. ત્યારે નવરાત્રી દરમિયાન કોઈપણ એક દિવસે તેમના કુળદેવી બહુચર માતાજીના દર્શન કરવા માટે સહ પરિવાર સાથે જતા હોય છે. આ નવરાત્રીમાં પણ શાહ બીજા નોરતે પરિવાર સાથે માણસા આવ્યાં હતા અને બહુચર માતાજીની પૂજા અર્ચના કરી આરતીનો લાભ લીધો હતો.