ETV Bharat / state

Rain Forecast : રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલે આપી આગાહી, ગરમી રેકોર્ડ તોડવાના મૂડમાં - Rain Forecast In Gujarat

ગુજરાતમાં ચોમાસાની સિઝનને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલ સુકા પ્રદેશ કચ્છ સહિત અનેક વિસ્તારમાં સારા વરસાદની આગાહી કરી છે. તેમજ બંગાળની ખાડીમાં ચક્રવાત લઈને વાત કરી હતી. તો બીજી તરફ આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડશે તેવું પણ જણાવ્યું હતું.

Rain Forecast : રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલે આપી આગાહી, ગરમી રેકોર્ડ તોડવાના મૂડમાં

author img

By

Published : Apr 13, 2023, 5:59 PM IST

Updated : Apr 13, 2023, 6:38 PM IST

અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આપી આગાહી

ગાંધીનગર : ગુજરાતમાં જૂન જુલાઈથી ચોમાસાની સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ જેવી સચોટ આગાહી કરતા અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને એક આગાહી કરી છે. જેમાં આ વર્ષનું શરૂઆતનું ચોમાસું ગુજરાતમાં ખૂબ સારું રહેશે. ઉપરાંત ગુજરાતનો એક એવો પ્રદેશ કે જે કચ્છ નામથી પ્રખ્યાત છે કે, જ્યાં વરસાદ ખૂબ ઓછો પડે છે, ત્યારે કચ્છ પ્રદેશમાં પણ સારા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

આ પણ વાંચો : Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી, આટલા દિવસ વરસાદ સાથે વાતાવરણ ઠંડુ રહેશે

મેં મહિનો ગરમ નહીં નોંધાય તો શું ? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં દેશના ઉત્તરીય પ્રદેશો અને હિમાલયમાં ભારે બરફ પડશે. સાથે આવનારો મેં મહિનો બરાબર ગરમ નહીં રહે તો વરસાદમાં તકલીફ નોંધાશે. જ્યારે 2 મેંથી 15 જૂન વચ્ચે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શકયતાઓ છે. આ ચક્રવતને લીધે ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ સારી રહેશે. ઉપરાંત અરબ સાગરમાં હળવું દબાણ ઊભું થવાની શક્યતાઓ અંબાલાલ પટેલે દર્શાવી છે. અરબ સાગરમાં ઊભું થયેલું દબાણ ઓમાન તરફ ફંટાઈ શકે છે. જો અરબ સાગરના દબાણમાં હવાનું દબાણ મજબૂત હશે તો કચ્છના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે. તેથી આ વર્ષે ચોમાસામાં કચ્છમાં સારી પરિસ્થિતિ ઊભી થશે. તો 400 મિલિમિટર કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં શરૂઆતના તબક્કાનો વરસાદ સારો રહેશે.

આ પણ વાંચો : Ahmedabad Temperature : અમદાવાદમાં કાળઝાળ ગરમીને લઈને AMCએ શહેરમાં યેલો એલર્ટ જાહેર કર્યું

એપ્રિલ મેં મહિનામાં ગરમી પારો : અંબાલાલ પટેલે ગરમી વિશે આગાહી કરતા જણાવ્યું હતું કે, માર્ચના પ્રથમ સપ્તાહમાં તો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની શક્યતા અને 26 એપ્રિલ પછી ગરમીમાં વધારો થાય અને આખરી ગરમી રહેશે. મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. ઉપરાંત 11 અને 12 મે બાદ મહત્તમ ગરમી 46 ડિગ્રી થવાની શક્યતા. મહત્તમ ઉષ્ણતામાન મુખ્યત્વે ઉત્તર ગુજરાતના ભાગો જેવા કે વાવ થરાદ બનાસકાંઠાના ભાગોમાં વધુ રહી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી વધુ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વધુ ગરમી રહી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં ગરમી જોવા મળી શકે છે. આ વખતે ગરમી રેકોર્ડ તોડશે. જ્યારે આ વર્ષે 47 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.

Last Updated : Apr 13, 2023, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.