આ પહેલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક મળી હતી. આ બેઠકમાં ઓબીસી એક્તા મંચના નેતાઓ પણ હાજર હતા. છેલ્લા કેટલાક દિવસોથી અલ્પેશ ઠાકોરે પોતાની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી વ્યક્ત કરી ભાજપમાં જોડાવાનો સૂર આલાપ્યો હતો. જે મુદ્દે આજે ભાજપમાં જોડાશે. અલ્પેશ ઠાકોરની સાથે સાથે ધવલસિંહ ઝાલા પણ ભાજમાં જોડાશે. કોંગ્રેસમાં બળવો કરીને રાજીનામુ આપનાર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની હવેની રણનીતિ શું હશે તેની પર સૌની નજર હતી.
આ અગાઉ અલ્પેશ ઠાકોરના નિવાસ સ્થાને ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેનો કોર કમિટીએ સ્વીકાર કર્યો હતો. હવે અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાશે. આ અંગે કોર કમિટીનું સર્વાનુમતે કહેવું હતું કે, તમે સત્તામાં રહેલી પાર્ટી સાથે રહીને ગરીબ સમાજનો વિકાસ કરી શકશો અને આપણા સમાજ માટે વિકાસ કરી શકશો.