ETV Bharat / state

Ahmedabad Serial Blast 2008 : અમે 20 દિવસ ઘર જ જોયું ન હતું ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ જ અમારું ઘર હતું-મયુર ચાવડા - Judgment of the serial bomb blast

અમદાવાદમાં વર્ષ 2008માં સિરિયલ બ્લાસ્ટની ઘટના(Ahmedabad Serial Blast 2008 ) બની હતી. આજે 14 વર્ષ પછી અમદાવાદ સેશન કોર્ટ દ્વારા આજે 77 આરોપીઓ પૈકી 28 આરોપીઓને પૂરતા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. કુલ 49 જેટલા આરોપીઓને બુધવારના રોજ સજા જાહેર કરવામાં આવશે. જે તે સમયના અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એસીપી અને હાલના ગાંધીનગર એસપી મયુર ચાવડાએ ETV Bharat સાથે કરેલી ખાસ વાતચીત જાણીએ..

Ahmedabad Serial Blast 2008 : અમે 20 દિવસ ઘર જ જોયું ન હતું ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ જ અમારું ઘર હતું : મયુર ચાવડા

author img

By

Published : Feb 8, 2022, 5:16 PM IST

ગાંધીનગર: રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં વર્ષ 2008માં સિરિયલ બ્લાસ્ટની ઘટના (Ahmedabad Serial Blast 2008 )બની હતી. આજે 14 વર્ષ પછી અમદાવાદ સેશન કોર્ટ દ્વારા આજે 77 આરોપીઓ પૈકી 28 આરોપીઓને પૂરતા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. કુલ 49 જેટલા આરોપીઓને બુધવારના રોજ સજા જાહેર કરવામાં આવશે. અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના (Ahmedabad serial bomb blast)તપાસ અધિકારી એવા મયુર ચાવડા સાથે સીરીયલ બોમ્બ બ્લાસ્ટની ખાસ ચર્ચા.

મયુર ચાવડાએ ETV Bharatસાથે કરેલી ખાસ વાત

મયુર ચાવડાનો તપાસમાં શું રોલ ?

જે તે સમયના અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એસીપી અને હાલના ગાંધીનગર એસપી મયુર ચાવડાએ ETV Bharat સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે શરૂઆતના સમયમાં એટલે કે જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે વર્ષ 2008માં પૂર્વ વિસ્તારના મણીનગર નારોલ બાપુનગર જેવા વિસ્તારોમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા તેનું ઇન્વેસ્ટિગેશનની જવાબદારી પ્રાપ્ત થઈ હતી. અત્યારે આ સમયમાં જ જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેસ નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મને આ અંગેની તપાસ સોંપવામાં આવી તે પણ મારા માટે મહત્વની હતી અત્યારે આનંદની લાગણી થાય છે કે આ કેસનો આખરે ચુકાદો આવ્યો છે.

પુરાવાના અભાવે અમુક આરોપીઓ નિર્દોષ છૂટી ગયા ?

નામદાર કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તે અમે આનંદમય સ્વીકાર કરીએ છીએ. જ્યારે હજી સુધી લેખિતમાં ઓર્ડર અમારી પાસે આવ્યો નથી ત્યારે જે આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે. તે કયા પુરાવાના આધારે છૂટી ગયા છે તેનો પણ અમે આ આ બાબતે ખાસ અભ્યાસ કરીશું અને આવનારા સમયમાં અને ભવિષ્યમાં એક તપાસ અધિકારી તરીકે આવી બીજી વખત ભૂલ ન થાય તે બાબતે પણ અભ્યાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ચુકાદો, 49 દોષીઓને આવતીકાલે સંભાળવશે સજા

દેશમાં અન્ય જગ્યાએ આજ મોડ્સ ઓપરેન્ડસી થી બ્લાસ્ટ થયા હતા

અગાઉ પણ વર્ષ 1992માં મુંબઇમાં સિરિયલ બ્લાસ્ટ(1992 serial blasts in Mumbai) થયા હતા ત્યારે દેશના અનેક શહેરોમાં પણ સિરિયલ બ્લાસ્ટ થયા હતા. વર્ષ 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બોમ બ્લાસ્ટ બાદના ક્ષણો બાબતે મયુર ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે મારા જીવનમાં આજીવન યાદ રહેતા ઇન્વેસ્ટિગેશનમાં ઇન્વેસ્ટિગેશન ખૂબ જ મહત્વનો અને યાદગાર રહેશે જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે ઇન્ડિયાના અલગ-અલગ રાજ્યોમાં બ્લાસ્ટ થયા તેની મોડસ ઓપરેન્ડી પણ આ પ્રકારની જ હતી. જ્યારે અમદાવાદમાં 68 થી વધુ લોકોના મોત નીપજી ચૂક્યા હતા અને 200 થી વધુ લોકો ઘાયલ હતા ત્યારે મને ક્રાઇમ બ્રાંચની તપાસ માં જોડવામાં આવ્યો ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના તત્કાલીન ડિસીપી અભય ચુડાસમા આશિષ ભાટિયા સહિતના અધિકારીઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો.

20 દિવસ રાત ક્રાઈમ બ્રાંચમાં જ કાઢ્યા

ગાંધીનગર એસટી અને તત્કાલીન એસીપી ચાવડા ભરત સાથેની ખાસ વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં સતત 20 દિવસ રાત ક્રાઈમ બ્રાન્ચ પસાર કરવાનો વારો આવ્યો હતો તમારા ઉપરી અધિકારીઓ પણ સ્થળ છોડીને ઘરે જતા ન હતા ત્યારે અમે સતત 20 દિવસ સુધી દિવસ-રાત ઇન્વેસ્ટિગેશન જ કર્યું હતું અને આખરે એ અમારી મહેનત રંગ લાવી.

આ પણ વાંચોઃ Ahmedabad Serial Blast 2008: અમદાવાદ બ્લાસ્ટની તપાસ દરમિયાન સુરત પોલીસને કઈ ચોંકાવનારી માહિતી મળી હતી, જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.