ગાંધીનગર: રેડ ઝોનના કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં લૉકડાઉનનો સજ્જડ અમલ કરાવવામાં આવી રહ્યો છે તે જ રીતે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે. તેમાં પણ ચુસ્ત અમલ થઈ રહ્યો છે ત્યારે લોકહિતને ધ્યાને લઇને રાજ્ય સરકારે જે ગાઈડલાઈન બનાવી છે તેમાં નાગરિકો સહયોગ આપે તે જરૂરી છે. આમ નહીં થાય તો પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે એટલે અનિવાર્ય કારણોસર નાગરિકો બહાર ન નીકળે. સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકો દ્વારા સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ છે. ત્યારે હોમ કોરન્ટાઈનમાં રહેતા લોકો પણ બહાર ન નીકળે એટલું જ જરૂરી છે. આવા લોકો બહાર નીકળશે તો તેમની સામે પણ કડક હાથે કાર્યવાહી કરાશે. હોમ કોરોન્ટાઈનવાળા લોકો બહાર દેખાય તો નાગરિકો પોલીસને જાણ કરશે તો ચોક્કસ તેમની સામે પગલાં લેવાશે.
રાજસ્થાનમાં પ્રવેશ માટે બોર્ડર સીલ, ગૃહ વિભાગની પરમિશન હશે તો જ પ્રવેશ મળશે : DGP - લૉક ડાઉન
પરપ્રાંતીયો રાજસ્થાન જવા નીકળ્યા છે તે તમામને અપીલ છે કે, રાજસ્થાન બોર્ડર સીલ કરાઇ છે એટલે પ્રવેશ મળશે નહીં. સંબંધિત જિલ્લા કલેક્ટર કે ગૃહ વિભાગની મંજૂરી હશે તો જ પ્રવેશ મળશે એ સિવાય પ્રવેશ મળશે નહીં એટલે પરપ્રાંતીયોએ ત્યાં જવું હિતાવહ નથી.
![રાજસ્થાનમાં પ્રવેશ માટે બોર્ડર સીલ, ગૃહ વિભાગની પરમિશન હશે તો જ પ્રવેશ મળશે : DGP રાજસ્થાનમાં પ્રવેશ માટે બોર્ડર સીલ, ગૃહ વિભાગની પરમિશન હશે તો જ પ્રવેશ મળશે : DGP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7118596-thumbnail-3x2-dgp-7205128.jpg?imwidth=3840)