ETV Bharat / state

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી: જાણો ક્યાં ક્યાં મતદાતાઓને પડી હાલાકી - Voters are doomed

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી આજે યોજાઇ રહી છે. ત્યારે વિવિધ સેક્ટરો અને વોર્ડમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે મતદાન સમયે લોકોને અનેક પ્રકારની હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યા વચ્ચે પણ લોકો પોતાનો કિંંમતી વોટ આપવા આવી રહ્યા છે.

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી: જાણો ક્યાં ક્યાં મતદાતાઓને પડી હાલાકી

author img

By

Published : Oct 3, 2021, 11:06 AM IST

Updated : Oct 3, 2021, 1:51 PM IST

  • ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી
  • સેકટર 06ની પ્રાથમિક શાળામાં ભાજપ એજન્ટનો દમ
  • વૃદ્ધ અને અશક્ત વ્યક્તિઓ માટે વ્હીલચેર નહીં

ગાંધીનગર : સવારના ધિમાં મતદાન પછી, મતદારોનો ધસારો વધી રહ્યો છે, સાથે-સાથે તેમને અનેક પ્રકારની હાલાકીઓ પણ પડી રહી છે. જેમાં એક 86 વર્ષીય મહિલાને વ્હીલચેર ન મળતા તેમને પણ ભારે હાલાકી વચ્ચે મતદાન કરવાની ફરજ પડી હતી, તેમજ એક અન્ય ધટના એ પણ સામે આવી રહી છે કે, પોલિંગ બૂથ પર પરચી જ મળી નહોતી. જેથી જે તે વોર્ડમાં આવતા સેક્ટરના નાગરિકોએ જુદી જુદી જગ્યાએ ધક્કો ખાવો પડ્યો હતો. એક બુથ પરથી બીજા બુથ પર લોકો મતદાન મથક પર પહોંચ્યા હતા. એક જ વોર્ડમાં ત્રણથી ચાર ધક્કા ખાવાનો વારો આવ્યો હતો.

86 વર્ષીય મહિલાને મતદાનમાં પડી તકલીફ

ચૂંટણીપંચની ગાઇડલાઇન અનુસાર તંત્ર દ્વારા વૃદ્ધ, અશક્ત તેમજ અપંગ વ્યક્તિઓ માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવી જરૂરી છે. સવારે સેકટર 06 ખાતે 86 વર્ષીય ભારતી બ્રહ્મભટ્ટ પણ મતદાન કરવા આવ્યા હતા. કેન્સરગ્રસ્ત વૃદ્ધાના પગમાં સોજા હોવાથી તેઓ મતદાનમથકમાં પ્રવેશી શકે તેમ ન હતા. જોકે, વ્હીલચેરની પણ વ્યવસ્થા ન હોવાથી તેમના પુત્રએ બૂથ ઇન્ચાર્જ સમક્ષ રજૂઆત કરતા વ્હીલચેર ન હોવાનું જણાવ્યું હતું. ભારતીબેનના જણાવ્યા પ્રમાણે, તેઓ મતદાનનું મહત્વ જાણે છે. એક-એક મત સરકાર બનાવવા માટે જરૂરી છે. જો તેઓ મતદાન નહીં કરી શકે તો, તેમની પાર્ટીને એક મત ઓછો મળશે અને એક મતથી પણ લોકો હારતા હોય છે. પરંતુ આખરે તેમણે મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી.

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી: જાણો ક્યાં ક્યાં મતદાતાઓને પડી હાલાકી

સેક્ટર 20 માં મતદારોને રઝળવાનો વારો આવ્યો

આયોજનના અભાવના કારણે તેમને પોલિંગ બૂથ પરની પરચી જ મળી નહોતી. જેથી જે તે વોર્ડમાં આવતા સેક્ટરના નાગરિકોએ જુદી જુદી જગ્યાએ ધક્કો ખાવો પડ્યો હતો. એક બુથ પરથી બીજા બુથ પર લોકો મતદાન મથક પર પહોંચ્યા હતા. એક જ વોર્ડમાં ત્રણથી ચાર ધક્કા ખાવાનો વારો આવ્યો હતો.

માસ્ક, સેનેટાઝ અને ગ્લવ્ઝ પહેરાવ્યા બાદ જ મતદાન મથકોમાં પ્રવેશ

દરેક બુથ પર 2 નંગ PPE કીટ, 4 નંગ હેન્ડ સેનેટાઈઝર, 8 જોડી હેન્ડ ગ્લોઝ, 100 નંગ સાદા માસ્ક, 10 નંગ પ્લાસ્ટિકના ફેસ માસ્ક તેમજ 1 નંગ ડસ્ટબિન રાખવામાં આવી છે. તેમજ મેડીકલ કીટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. હેલ્થ વિભાગની ટીમ ખડે પગે રહી નિયમોનું પાલન કરાવી રહી છે.

મોટી સંખ્યામાં મતદાન થતું હોવાથી ગાઈડલાઈનનું પાલન જરૂરી

મહાનગરપાલિકાની ચૂંટણીમાં શરૂઆતમાં ધીમી ગતિએ મતદાન શરૂ થયું હતું. પરંતુ નવ વાગ્યા આસપાસ 11 વોર્ડમાં 44 બેઠકો માટે મતદાનનો ધમધમાટ શરૂ થયો હતો. 284 મતદાન મથકો પર ધીમે-ધીમે લોકોમાં ઘસારો જોવા મળ્યો હતો. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,45,000થી પણ વધુ છે. જ્યારે સ્ત્રી મતદાતાઓની સંખ્યા 1,36,000થી પણ વધુ છે. આટલી મોટી સંખ્યામાં લોકો મતદાન કરી રહ્યા હોય ત્યારે કોરોનાની ગાઈડલાઇનનું તમામ તમામ બૂથ પર ચૂસ્ત પાલન કરાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી LIVE: વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ કર્યું મતદાન, 9 વાગ્યા સુધીમાં કુલ 6 ટકા મતદાન

આ પણ વાંચો : લક્ઝુરિયસ શિપમાં ચાલતી ડ્રગ્સ પાર્ટીમાં NCBનું અંડર કવર ઑપરેશન: બૉલીવુડ એક્ટરના પુત્ર સહિત 10 ઝડપાયા

Last Updated : Oct 3, 2021, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.