જે બાદ આગળ જતા કાર ચાલકે ત્રણ રીક્ષાને અડફેટે લઈને પછી એક એક્ટિવાને ટક્કર મારી હતી. જે તપોવન પાસે તેણે એક કારને ટક્કર મારી હતી. આમ એક પછી વાહનોને ટક્કર મારનાર કાર ચાલક પણ ઘાયલ થતા તેને ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. મળતી વિગત પ્રમાણે એક્ટિવા સવાર ગાંધીનગર એલસીબી પીએસઆઈ વર્મા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે સમગ્ર રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના અંગે જાણ કરતાં અડાલજ પોલીસ સ્ટેશનના જમાદાર કનુભાઈ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અડાલજ પોલીસે ઘટનામાં ખરેખર કેટલા લોકો ઘાયલ થયા છે અને ખરેખર અકસ્માત કઈ રીતે થયો શું કાર ચાલકે દારૂના નશામાં અકસ્માતોની હારમાળા સર્જી? તે દિશામાં તપાસ શરૂ કરી છે. કારચાલક દારૂના નશામાં હોવાની પણ ચર્ચા સાંભળવા મળતી હતી.
![ગાંધીનગરમાં તપોવન સર્કલ પાસે ગંભીર અકસ્માત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gdr-14-akasmattapovancercal-photo-7205128_22092019222322_2209f_1569171202_471.jpg)
![ગાંધીનગરમાં તપોવન સર્કલ પાસે ગંભીર અકસ્માત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gdr-14-akasmattapovancercal-photo-7205128_22092019222322_2209f_1569171202_236.jpg)