ગાંધીનગર: માણસા રોડ પર આવેલા વિપુલ ચૌધરીના પંચશીલ બંગલામાંથી (ACB search Vipul Chaudharys house) ACBની ટીમે 31 હજારની રોકડ રકમ જપ્ત કરી છે. રોકડ રકમ સિવાય અન્ય કોઈ દસ્તાવેજ કે ફાઈલ મળી આવી ન હતી. જોકે, એસીબીની ટીમને જાણવા મળ્યું હતું કે, વિપુલ ચૌધરીની પત્ની સહિત સમગ્ર પરિવાર ઘરમાંથી ગાયબ છે.
દાન કૌભાંડ: ઉલ્લેખનીય છે કે, દૂધસાગર ડેરીના સાગર દાન કૌભાંડના કેસમાં વિપુલ ચૌધરી મહેસાણા કોર્ટમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. જેમાં વિપુલ ચૌધરીના 50 બદમાશો સામે પણ ગુનો નોંધી શકાય છે. હાલ વિપુલ ચૌધરી રિમાન્ડ પર છે.