ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જહાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર કલ્ચરલ ફોરમની 25 વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ અભૂતપૂર્વ મહાઆરતીનું આયોજન કરાયું હતું. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી વર્ષની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા પણ બાપુને અંજલી આપવા માટે મહાઅષ્ટમીની મહાઆરતીમાં બાપુની કલાકૃતિ તૈયાર કરવામાં આવી હતી. ગાંધીનગર અને બહારગામથી આવતા હજારો ગરબા પ્રેમીઓમાં આઠમની મહાઆરતીનું વિશેષ આકર્ષણ છે. મહાઆરતીમાં લગભગ 30 હજાર જેટલા લોકો ભાગ લીધો હતો.
ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા મહાઅષ્ટમીની મહાઆરતીમાં માતાજીની કલાકૃતિઓ અત્યાર સુધી બનાવવામાં આવી છે. પરંતુ, સ્થાપનાનું 25મુ વર્ષ પ્રશન્નતા વર્ષ તરીકે ઉજવી રહયું છે. સાથે સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિત્તે ફોરમમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓ અને જોવા આવતા નગરજનોને દીવડા આપી આજુબાજુનો પ્રકાશ બુઝાવી ગુજરાત બાપુની અલૌકિક કૃતિએ નગરજનોને ભાવવિભોર કરી નાખ્યા હતાં, ત્યારે પ્રશન્નતાએ ગાંધીનગરનો સ્થાયી ભાવ બને તેવી ભાવના અને મનોકામના સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમે નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે.