ગાંધીનગર ગુજરાતમાં વિધાનસભાની(Gujarat Assembly Election 2022 ) પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેઠક ઉપર સવારના 08:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ(Command and Control Room) સાથે વેબકાસ્ટિંગની શરૂઆત કરી છે. જેમાં રાજ્યના પ્રથમ તબક્કાના 50% જેટલા મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ કામગીરીમાં 49 જેટલા અધિકારીઓ કર્મચારીઓ સાથે છ ઉચ્ચ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે.
મતદાન પ્રક્રિયા શરૂ થાય સવારે 6.30 કલાકે વેબ કાસ્ટિંગ(Web Casting) શરૂ ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા સવારે 8:00 કલાકે શરૂ થઈ હતી. પરંતુ મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા મતદાન મથક ઉપર હાજર રહેલા કર્મચારીઓ અને અધિકારીઓએ અમુક ફરજમાંથી પસાર થવું પડે છે. ત્યારે ઇવીએમ મશીનનો મોક સહિતની તમામ કામગીરી પણ વેબકાસ્ટિંગ કરવામાં આવી હતી. આમ વહેલી સવારે 6:30 કલાકથી જ 135 જેટલા મતદાન મથકોથી વેબકાસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી મતદાન પૂર્ણ નહીં થાય અને ઇવીએમ મશીનને સીલ લગાડવામાં નહીં આવે ત્યાં સુધી વેબકાસ્ટિંગનું કાર્ય યથાવત રાખવામાં આવશે.
મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ 13,065 મતદાન મથકનું મોનિટરિંગ મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની(Election Commission of India) સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે પ્રથમ તબક્કામાં કુલ 25,430 મતદાન મથકોમાં મતદાન યોજાઈ રહ્યું છે. તે પૈકીના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી આ તમામ 13,065 મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 6 જેટલા ઉચ્ચ અધિકારીઓ રાજ્ય કક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખશે. સવારે 6.30 વાગ્યાથી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાર સુધી સતત અવલોકન ચાલુ રહેશે.
મોનિટરિંગ રૂમ કાર્યરત જિલ્લા કક્ષાએ મોનિટરિંગ પ્રથમ તબક્કાના મતદાનમાં પ્રક્રિયામાં 19 જિલ્લાના 89 બેઠકમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ થઈ રહ્યું છે. મતદાન પ્રક્રિયા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાય અને સમગ્ર પ્રક્રિયા સરળતાથી ચાલે તે હેતુથી કેન્દ્રીય અનામત દળો, પોલીસ સ્ટાફ અને માઈક્રો ઓબ્ઝર્વર્સ તહેનાત હોય છે. વધુમાં, લાઈવ વેબકાસ્ટિંગથી આ તમામ વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ થશે.