ગાંધીનગરઃ કોરોનાના કેર વચ્ચે સચિવાલયમાં 33 ટકા સ્ટાફ સાથે કામકાજ ચાલુ છે, કોઈ પ્રધાન સચિવાલય આવતાં નથી પણ અન્ય જરુરી કામકાજ માટે કર્મચારીઓ ઓફિસે આવે છે. ત્યારે આજે સચિવાલય સંકુલમાં આવેલ સ્વર્ણિમ સંકુલ 1ની બહાર એક સાપ આવ્યો હતો. જોકે સુરક્ષા અધિકારીઓએ આ સાપ વિશે વન વિભાગને જાણ કરી હતી. વનવિભાગના કર્મીઓ સાપને સુરક્ષિતપણે પકડીને લઇ ગયાં હતાં. બાદમાં ભૂલમાં ખોટી જગ્યાએ આવી ગયેલાં સાપને વન વિભાગની ટીમે સાબરમતી નદીની કોતરમાં છોડી મૂક્યો હતો.
નોંધનીય છે કે ગાંધીનગરના આ મહત્ત્વની ઈમારતની આસપાસ જંગલી પશુઓ પણ કવચિત દેખા દેતાં હોય છે. ભૂતકાળમાં અહીં દીપડાઓ પણ ફરતાં દેખાઈ ચૂક્યાં છે.