ETV Bharat / state

Farmers Meeting: ખેડૂત આંદોલનને વિખેરવા બનેલી કમિટીની યોજાઈ પહેલી બેઠક, વીજ લોડ, પાક વીમા સહિતના મુદ્દે થઈ ચર્ચા - Farmers Meeting

રાજ્યમાં ચૂંટણી પહેલા ખેડૂત આંદોલનને વિખેરવા બનેલી કમિટીની આજે પ્રથમ બેઠક યોજાઈ હતી. ત્યારે અહીં વીજ લોડ, પાક વિમા અને ફેન્સિંગ વાડ સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

Farmers Meeting: ખેડૂત આંદોલનને વિખેરવા બનેલી કમિટીની યોજાઈ પહેલી બેઠક, વીજ લોડ, પાક વીમા સહિતના મુદ્દે થઈ ચર્ચા

author img

By

Published : Feb 20, 2023, 10:25 PM IST

વીજ લોડમાં ડિપોઝીટ ખરી પણ એસ્ટીમેટ નહીં

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂત આગેવાનો અને ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં સતત આંદોલન કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજીને ગાંધીનગરના રસ્તા બંધ કરાવીને રાજભવન સુધી પહોંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત સરકારે આંદોલનને વિખેરવા એક કમિટી બનાવી હતી. તે અંતર્ગત કિસાન આંદોલન માટે પણ કમિટી તૈયાર કરવામાં આવી હતી, જેની આજે પ્રથમ બેઠક મળી હતી. અહીં ખેડૂતોના અનેક પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Hardik Patel Case : આંદોલન કેસની મુદત સમયે હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે કરી ટકોર

સમાન વીજ દર મુદ્દે ચર્ચાઃ રાજ્ય સરકારે રચેલી કમિટીની આજે પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બાબતે ભારતીય કિસાન સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્યામજી ગણાત્રાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આંદોલન દરમિયાન સરકારે જે કમિટમેન્ટ આપ્યું હતું કેસ કમિટી બનાવવામાં આવશે. તે કમિટીની આજે પ્રથમ બેઠક મળી હતી, જેમાં સમાન વીજદર મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બાબતે હજી રાજ્ય સરકાર સરવે કરી રહી હોવાનું ઊર્જા વિભાગમાંથી કહેવામાં આવ્યું છે. જ્યારે સરકાર દ્વારા સરવે પૂરા કરવામાં આવશે પછી જ નિર્ણય લેવામાં આવશે, જેથી આ મુદ્દો હજી પેન્ડિંગમાં જ રાખવામાં આવ્યો છે.

વીજ લોડમાં ડિપોઝીટ ખરી પણ એસ્ટીમેટ નહીંઃ ભારતીય કિસાન સંઘના ઉપાધ્યક્ષ શ્યામજી ગણાત્રાએ ઉંમેર્યું હતું કે, ખેડૂતોને સમાન વિજળી અને ઊર્જાલોડ વધારવા મુદ્દે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રજિસ્ટ્રેશન થાય ત્યારે ડિપોઝીટ લેવામાં આવશે, પરંતુ એસ્ટીમેટ ચાર્જ કોઈ લેવામાં નહીં આવે. જ્યારે સ્વૈચ્છિક લોડ વધારાની જાહેરાત કરવામાં આવી છે. એમાં જો કદાચ વધુ હોર્સ પાવર આવશે તો દંડ નહીં લે, પરંતુ ડિપોઝિટ ભરીને રેગ્યુલર સ્વૈચ્છિક રોડ વધારી દેવામાં આવશે. આ બાબતે રાજ્ય સરકાર જલ્દીમાં જલ્દી એક પરિપત્ર પણ જાહેર કરશે. ઉપરાંત વારસાઈના મુદ્દે પાક વીમા મુદ્દે અને ફેન્સિંગ વાડ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે.

મિટર બળશે તો કંપની ખર્ચ ભોગવશેઃ ખેડૂતો જ્યારે વિજળીનો ઉપયોગ કરતા હોય ત્યારે અનેક ખેડૂતોના ખેતરમાં વિજળીના મીટર બળી જવાની ઘટના સામે આવે છે. ત્યારે ખેડૂતો ફરીથી 20 મીટર ન ખાવા જાય તો અમુક રકમ ભરવી પડે છે. આ મુદ્દે પણ રાજ્યના ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, જે બાબતે આજે બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. તે અંતર્ગત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે ખેડૂતના મીટર બળી જશે તો જેતે કંપની દ્વારા પૈસા ભરવામાં આવશે અને જો તપાસમાં વીજ કંપનીનો ફોલ્ટ નીકળે તો ખેડૂતોને પૈસા નહીં ભરવા પડે. આ બાબતે પણ ચર્ચા થઈ હતી.

આ પણ વાંચોઃ Jamnagar Court : MLA હાર્દિક પટેલ 2017ના કેસ સંદર્ભે કોર્ટમાં થયો હાજર

બજેટમાં ખેડૂતો માટે વધુ જોગવાઈ કરવામાં આવેઃ ગુજરાત સરકાર 24 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરશે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા આવનારા વર્ષ માટેના બજારમાં ખેડૂતોને બજેટમાં વધામ વધારે ફાળવણી થાય તે બાબતની પણ ચર્ચા અને માગ કરવામાં આવી છે. જ્યારે રાજ્ય સરકાર આગામી દિવસોમાં એક પરિપત્ર પાડીને લોડ વધારાની મહત્વની જાહેરાત કરશે. સાથે જ આજની બેઠકમાં પશુપાલકો માટે પણ ચર્ચા થઈ છે. આમ, હવે આવનારી બેઠકોમાં વધારાના મુદ્દા સાથેની ચર્ચા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.