રાજ્ય પ્રધાનમંડળના પ્રધાનો જે જિલ્લાઓમાં ધ્વજવંદન કરાવવાના છે. તેની વિગતો આ મુજબ છે.
- આર. સી. ફળદુ ,તલોદ જિ સાબરકાંઠા
- ભૂપેન્દ્રસિંહ ચુડાસમા , ભાવનગર ગ્રામ્ય જિ ભાવનગર
- કૌશિક પટેલ,કલોલ, જિ ગાંધીનગર
- સૌરભ પટેલ,વડીયા, જિ અમરેલી
- ગણપત વસાવા વિજાપુર, જિ મહેસાણા
- જયેશ રાદડિયા,જોડીયા, જિ જામનગર
- દિલીપ ઠાકોર,કુકરમુંડા, જિ તાપી
- ઇશ્વર પરમાર,સાવલી, જિ વડોદરા
- કુંવરજી બાવળીયા,સોજીત્રા, જિ આણંદ
- જવાહર ચાવડા,ચુડા, જિ સુરેન્દ્રનગર
- પ્રદિપસિંહ જાડેજા, લીમખેડા, જિ દાહોદ
- બચુ ખાબડ ,શેહરા, જિ પંચમહાલ
- જયદ્રથસિંહ પરમાર,સરસ્વતી જિ પાટણ
- ઇશ્વરસિંહ પટેલ,ધોલકા, જિ અમદાવાદ
- વાસણ આહિર ,નડીયાદ, જિ ખેડા
- વિભાવરી દવે,દાંતા, જિ બનાસકાંઠા
- રમણલાલ પાટકર, જસદણ, જિ રાજકોટ
- કિશોર કાનાણી ,ધરમપુર, જિ વલસાડ
- યોગેશ પટેલ, માંડવી, જિ સુરત
- ધર્મેન્દ્રસિંહ જાડેજા, અબડાસા, જિ કચ્છ
73માં સ્વતંત્રતા પર્વે રાજ્યના 10 જિલ્લાઓમાં જિલ્લા કલેકટરોના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમો યોજવામાં આવશે. નવસારીના જલાલપોરમાં, ડાંગના સુબીરમાં, મોરબીના હળવદ, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, મહિસાગરના બાલાસિનોર, અરવલ્લીના મોડાસા, બોટાદના ગઢડા તેમજ ગીર સોમનાથના વેરાવળ અને દેવભૂમિ દ્વારકામાં અને પોરબંદર જિલ્લાના મુખ્યમથક પોરબંદરમાં સંબંધિત જિલ્લા કલેકટરો ધ્વજવંદન કરાવશે.