ગાંધીનગર: 18 જુલાઇના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ ( Presidential election 2022)હતી. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાના(Gujarat Assembly) ચોથા માળે રાષ્ટ્રપતિ ચૂંટણીનું મતદાન થયું હતું, ત્યારે મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસના સભ્યોની વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના 111 ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના 63 ધારા સભ્યો જ્યારે એનસીપીના એક બીટીપીના બે અને અપક્ષ એક ધારાસભ્ય તરીકે નોંધાયેલ છે. ગુજરાત વિધાનસભામાં થયેલા મતદાનમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને 121 જેટલા મત મળ્યા છે જેથી 10 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું પરિણામમાં સામે આવ્યું છે.
ક્યાં કેટલા ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું? - મળતી માહિતી મુજબ ગુજરાતમાં 10 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. જેમાં એક નામ જાણીતું છે અને એ છે ગુજરાતમાં NCPના એક માત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા છે. અન્ય 9 ધારાસભ્યોની વાત કરીએ તો એ કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો હોઈ શકે છે, જેમણે પાર્ટી વિરુદ્ધ જઈને દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ માટે ક્રોસ વોટિંગ કર્યું હશે.
આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ કઈ રીતે લે છે શપથ? 25 જુલાઈએ જ શા માટે યોજાય છે સમારોહ
ક્યાં ધારાસભ્યોએ આપ્યા ક્રોસ વોટિંગ - રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગની વાત કરવામાં આવે તો નેશનલ કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ વોટ આપ્યા બાદ જાહેર કર્યું હતું કે તેઓએ ભાજપના ઉમેદવારને મતદાન કર્યું છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બે ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાએ પણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રપતિના ઉમેદવારને મતદાન કર્યું હતું ત્યારે સાત જેટલા કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ તરફી મતદાન કર્યું હતું.
ચૂંટણી પંચ વેબસાઈટ પરથી માહિતી અનુસાર - ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર રાજ્ય માં થયેલ રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાન બાબતની માહિતી સામે આવી જેમાં કુલ 178 જેટલા વેલીડ વોટ ગણવામાં આવ્યા છે. જેમાં NDAના ઉમેદવારને કુલ 121 મત અને કોંગ્રેસના ઉમેદવારને 57 જેટલા ધારાસભ્યોએ મતદાન કર્યું હતુંં જેમાં કુલ 10 જેટલા મત વધારાના એનડીએના ઉમેદવારને પ્રાપ્ત થયા છે કે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ ગુજરાત વિધાનસભામાં આવીને મતદાન કર્યું હતું.
આ પણ વાંચોઃ Presidential Election 2022: ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યા પછી કહી ચોંકાવનારી વાત
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે જોખમ - ગુજરાત વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના મહિનાઓની વાર છે અને દિવાળીની આસપાસ ગમે ત્યારે ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ શકે છે ત્યારે સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે પાટીદાર સમાજના ધારાસભ્યોએ ઉપરાંત આદિવાસી સમાજના કુલ 7 ધારાસભ્યોએ ભાજપ તરફી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ મતદાન કર્યું હોવાનું સામે આવી રહ્યું છે.