ગાંધીનગર: મળતી માહિતી મુજબ, ઈન્ફોસિટીમાં રહેતાં 52 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ આઈસોલેશન હેઠળ રખાયા છે. સેક્ટર-24ની 45 વર્ષીય મહિલા, સેક્ટર-17માં દરજીકામ કરતા 40 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવતાં તેમને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે. સેકટર-25 ખાતે રહેતા અને પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા 24 વર્ષીય યુવક તથા તેમના પરિવારની 45 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થયાં છે અને તેમને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે.
કન્સ્ટ્રક્શનનો વ્યવસાય ધરાવતા અને સેકટર-2 ખાતે રહેતા 51 વર્ષીય પુરુષ તથા સેક્ટર-27 ખાતે રહેતા 29 વર્ષીય બેંક મેનેજર કોરોનામાં સપડાયા છે. 51 વર્ષીય પુરુષને SMVS હોસ્પિટલમાં તથા બેંક મેનેજરને હોમ આઈસોલેશન હેઠળ રખાયા છે. સત્તાવાર યાદી મુજબ, પાટનગરમાં અત્યાર સુધીમાં કોરોનાના 513 કેસ નોંધાયા છે, જેમાંથી 115 દર્દીઓ સારવાર હેઠળ છે અને 379ને રજા અપાઈ છે. જ્યારે સારવાર દરમિયાન 13 દર્દીના મૃત્યુ થયાં છે. હાલની સ્થિતિએ 349 વ્યક્તિને કોરેન્ટાઈન કરાયા છે. જેમાંથી 36 સરકારી ફેસિલિટીમાં અને 313 હોમ કોરેન્ટાઈન હેઠળ છે.
ગાંધીનગર તાલુકાના કોટેશ્વરમાં 51 વર્ષની સ્ત્રી, પેથાપુરમાં 43 વર્ષની, સરગાસણમાં 34 વર્ષની, ઉવારસદમાં 55 વર્ષની મહિલા દર્દી નોંધાયા છે. માણસા અર્બનમાં 55 વર્ષની સ્ત્રી ઉપરાંત કલોલ તાલુકાના પાનસરમાં 41 વર્ષની મહિલા, રકનપુરમાં 22 વર્ષની યુવતી, બાલવામાં 70 વર્ષના વૃધ્ધા અને અર્બનમાં 23 વર્ષની યુવતી અને 55 વર્ષની મહિલા કોરોનાગ્રસ્ત થઇ છે. તેમજ પુરૂષ દર્દીઓની વિગત મુજબ ગાંધીનગર તાલુકાના રાંધેજા ગામમાં 50 વર્ષ, કોટેશ્વરમાં 52 વર્ષ અને ઉવારસદમાં 30 વર્ષના યુવાનનો પોઝિટિવ કેસમાં સમાવેશ થાય છે.
દહેગામ અર્બનમાં એક માત્ર 65 વર્ષના પુરૂષ સંક્રમિત થયા છે. જ્યારે માણસા અર્બનમાં 31 વર્ષનો યુવક તેમજ વ્યાસ પાલડીમાં 68 વર્ષના પુરૂષ સંક્રમિત થયા છે. આ ઉપરાંત કલોલ તાલુકાના રકનપુરમાં 60 વર્ષના પુરૂષ અને કલોલ અર્બનમાં 64 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની સાથે ગ્રામ્ય વિસ્તારમાં કુલ આંકડો 1104 ઉપર પહોંચ્યો છે જ્યારે 44 લોકોના મોત થયા છે. શહેરી વિસ્તારમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 513 થઈ છે, જ્યારે 13 લોકોનાં મોત થયા છે.
ગાંધીનગરમાં પાણી પુરવઠાના એન્જિનિયર, દરજી, બેંક મેનેજર સહિત 7, ગ્રામ્યમા 18 કોરોનાગ્રસ્ત - 7 cases of corona virus including bank manager in city
પાટનગરમાં કોરોના વાઇરસે પાણી પુરવઠા વિભાગના એન્જિનિયર અને બેંક મેનેજર સહિત વધુ 7 વ્યક્તિને ભરડામાં લીધા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર અને તાલુકામાં 7-7 પોઝિટિવ કેસ, માણસા શહેર અને તાલુકામાં 3 તેમજ દહેગામ શહેરમાં 1 પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે.