- ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ વણસી
- હોસ્પિટલો ફુલ થવા માંડી છે
- સરકારની વ્યવસ્થા ટૂંકી પડી રહી છે
- આજે ગુરુવારે 35 દર્દીના થયા મોત
અમદાવાદઃ ગુજરાતમાં દરરોજ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને દરરોજ વિક્રમજનક કેસો નોંધાઇ રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. તમામ હોસ્પિટલો ફુલ થવા માંડી છે. સરકાર જે વ્યવસ્થા કરે તે ઓછી પડી રહી છે.
આ પણ વાંચોઃ કોરોનાના કહેરને લઈને કરફ્યૂનો ટાઈમ લંબાવતા વેપારીઓ નારાજ
182 લોકો વેન્ટિલેટર પર
ગુજરાતમાં કોરોનાના નવા 4,021 કેસ નોંધાયા છે, તેની સામે 2,197 દર્દીઓ સાજા થયા છે, તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ કુલ 20,473 દર્દીઓ કોરોના પોઝિટિવની સારવાર લઈ રહ્યા છે, તેમાંથી 182 વેન્ટિલેટર પર છે અને 20,291 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 4,655 મોત થઈ ચુકયા છે.
સુરતમાં 14 અને અમદાવાદમાં 9 મોત
આજે ગુરુવારે ગુજરાતમાં કુલ 35 મોત થયા છે. સુરતમાં 14 મોત થયા છે, અમદાવાદમાં 9 મોત થયા છે, તેમજ રાજકોટમાં 4, વડોદરામાં 3, અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર, મહેસાણામાં 1-1 મોત નોંધાયા છે.
આ પણ વાંચોઃ સાંજના 7 કલાકે મુખ્ય ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશેઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ
કુલ 83,32,840 વ્યક્તિઓનું રસીકરણ થયું
અત્યાર સુધીમાં કુલ 74,04,864 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે અને 9,27,976 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ થયું છે. આમ કુલ 83,32,840 રસીકરણનો ડોઝ આપવામાં આવ્યા છે. આજે ગુરુવારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષથી વધુ વયના કુલ 2,17,929 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 47,100 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.