ગાંધીનગરઃ કોરોના વાયરસના કારણે ચીનમાં અનેક ગુજરાતીઓ ફસાયા હતા, આ ગુજરાતીઓને પરત લાવવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ ગણતરીના દિવસોમાં જ તેઓને પરત લાવવામાં આવ્યા હતા. તેવી જ બીજી ઘટના ઈરાનમાં થઈ છે.
ઈરાનમાં કુલ 400 જેટલા ગુજરાતીઓ ફસાયા છે, અને તેને લઈને શુક્રવારે ખાસ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આ બાબતે કેન્દ્ર સરકારને ટૂંક સમયમાં જ રજૂઆત કરશે.
ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં ફસાયેલા 400થી વધુ લોકોએ ગુજરાત સરકારની મદદ માગી છે, ત્યારે હવે ગુજરાત સરકાર પણ તેઓને પરત લાવવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.