ETV Bharat / state

ગાંધીનગરઃ છેલ્લા 24 કલાકમાં ત્રણ માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત - ગાંધીનગર તાલુકા

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ ત્રણ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજયા છે. ચંદ્રાલા પાસે બાઈક ઉપર પતિ સાથે જઇ રહેલી 25 વર્ષીય યુવતી, વાસણીયા મહાદેવ પાસે પોતાની મંગેતરને મળીને આવી રહેલા 25 વર્ષિય યુવકનું, જ્યારે ભાટ કોટેશ્વર ચોકડી પાસે પરિવાર સાથે કારમાં જઈ રહેલા ચાર વર્ષીય બાળકનું અકસ્માતમાં મોત થયું હતું.

ગાંધીનગર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં માર્ગ અકસ્માતથી 4 લોકોના મોતથી અરેરાટી વ્યાપી

author img

By

Published : Nov 2, 2020, 9:01 PM IST

Updated : Nov 2, 2020, 10:16 PM IST

  • ગાંધીનગર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મોત
  • અકસ્માતમાં મોત થતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે
  • પોલીસે ફરિયાદના આધારે તમામ આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે

ગાંધીનગરઃ તાલુકાના હિંમતનગર-ચિલોડા હાઈવે પર સોમવારે સવારે ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા મહિલાનું મોત થયું હતું. અમદાવાદ થલતેજ ખાતે રહેતા 26 વર્ષીય દિવ્યાબેન હિરેનભાઈ સથવારા પતિ સાથે બાઈક પર પ્રાંતિજથી અમદાવાદ આવી રહ્યા હતા. સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ચંદ્રાલા ખાતે પેટ્રોલપંપ પાસે GJ.02.Z-5096 નંબરના ટ્રક ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેમાં રોડ પર પટકાયેલા મહિલા પર ટ્રકનું પાછળનું ટાયર ફરી વળ્યું હતું, જેમાં ગંભીર રીતે ઘાયલ મહિલાને છાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી ગાંધીનગર સિવિલ લવાયા હતા. જ્યાં 10 વાગ્યાના સુમારે ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતને પગલે ચિલોડા પોલીસે ટ્રક સામે સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગાંધીનગર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં માર્ગ અકસ્માતથી 4 લોકોના મોતથા અરેરાટી

વાસણીયા મહાદેવ પાસે 25 વર્ષીય યુવક

રાંધેજા કૃષ્ણનગર ખાતે રહેતા 25 વર્ષીય યુવક લક્ષ્મણજી મનુજી ઠાકોરની સગાઈ માણસા તાલુકાના સમૌ ગામ ખાતે થઈ હતી. રવિવારે સાંજે યુવક બાઈક લઈને ફિયાન્સીને મળવા માટે નીકળ્યો હતો. ત્યારે રાંધેજાથી માણસા તરફ જતા વાસણીયા મહાદેવ મંદિરથી થોડે આગળ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. રોડ પર પટકાયેલા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારને જાણ કરતા યુવકના પિતા તથા બે ભાઈઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં રોડની કિનારેએ યુવકની મૃતદેહ જોવા મળ્યો હતો, મૃતકની હાલત જોઈને પરિવારને રડી પડ્યો હતો. ઘટનાને પગલે મૃતકના મોટાભાઈ ગોપાલજી ઠાકોરની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ભાટ પાસે 4 વર્ષીય બાળકનું અકસ્માતમાં મોત

ખેરાલુ ગામે રહેતા અને કોર્ટમાં વકીલાત કરતા અજયકુમાર હર્ષદભાઈ બારોટ પરિવાર સાથે વડોદરા ગયા હતા. રવિવારે સાંજે છ વાગ્યે તેઓ પોતાની કાર લઈને ખેરાલુ જવા માટે નીકળ્યા હતા. કારમાં તેમની સાથે પત્ની, 4 વર્ષનો દિકરો નિધય, 11 વર્ષની દીકરી, ભત્રીજી અને બે ભાણેજ સાથે હતા. રાત્રે સવા નવ વાગ્યાના સુમારે ભાટ કોટેશ્વર ચોકડી પહોંચતા એક ફોર વ્હીલ ચાલકે ફૂલસ્પીડે જમણીબાજુથી ચલાવીને તેમની ગાડીને આગળના ભાગે ટક્કર મારી હતી. ટક્કરને પગલે તેમની દીકરી અને ભાણાને ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેમનો ચાર વર્ષનો દીકરો બેભાન થઈ ગયો હતો. ત્રણેયને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે ફરજ પરના ડોક્ટરે 4 વર્ષીય બાળકને મૃત જાહેર કર્યો હતો.

શરીરની અંદરની ઈજાઓને કારણે બાળકનું મોત થયું હતું. પુત્રના મોતને પગલે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અકસ્માત સમયે તેમની કારને ટક્કર મારનાર ગાડીનો ચાલક આગળ જઈને ઉભો રહ્યો હતો. જેને પગલે ફરિયાદી ઉતરીને તેની પાસે જતા હતા તે સમયે તેણે ગાડી ભગાવી દીધી હતી. આ સમયે ફરિયાદીએ જોયું તો બ્લેક કલરની સ્પોર્પીયો ગાડી હતી જેનો નંબર નજર આવ્યો ન હતો.

Last Updated : Nov 2, 2020, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.