ગાંધીનગર : સરકાર દ્વારા આઉટ સોર્સીગ કંપનીને ચુકવેલુ મહેનાતાણું મજબૂર વશ નોકરી કરતાં યુવાના મહેનાતાણામાં ભારે ફરક છે. માત્ર આરોગ્ય વિભાગમાં એક વર્ષમાં 100 કરોડનું તો 158 વર્ષમાં 1500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો વર્ષ- ૨૦૦૬ના વર્ષથી ૨૬ વિભાગ, 43 પ્રભાગ અને 192 નિગમ, કોર્પોરેશન અને અર્ઘસરકારીઓ મળી આઉટ સોર્સીગમાં 15 વર્ષમાં ફિકસ પગાર અને કરાર આઘારિત છ લાખ ત્રાણું હજાર કરતા વઘુ યુવાનોનું શોષણ કરીને સરકારના છવ્વીસ વિભાગમાં છેલ્લા પંદર વર્ષમાં 39 હજાર કરોડથી વઘુનું કૌભાડ થયું છે. ગુજરાતના મહેનતું યુવાનો પોતાની મહેનતની રકમ માટે માંગણી કરી રહ્યા છે. ખાનગી કંપનીઓ પાસેથી કમિશન કોણે ખાઘું તેવો પ્રશ્ન સરકારને યુવાનો પૂછી રહ્યાં છે.
ગ્રામ્ય વિસ્તારમાં તબીબીની ઘટ અંગેના પ્રશ્નનો જવાબ આપતાં પરેશ ઘાનાણીએ જણાવ્યું હતું કે, પચ્ચીસ વર્ષથી શાસન કરતી સરકારે ગામડાઓ પ્રત્યે અનદેખી કરી રહી છે. ગામડાઓમાં આરોગ્ય સેવા ખખડી રહી છે. પી.એચ.સી. અને સી.એચ.સી જેવા સંકુલો પી.પી.પી. મોડેલના નામે મુઢી ભર મળતિયાઓને સાચવા ખોળે કરવામાં આવી રહ્યાં છે. તવંગર માણસનું આરોગ્ય બગડે તો મોંઘીદાટ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. સરકારે આરોગ્ય અને શિક્ષણ પાછળ ચાલીસ ટકા બજેટ આપવું જોઇએ તેવી પણ માગ કરી હતી.