આ બાબતે રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ IAS અધિકારી ગૌરવ દહિયા વિરુદ્ધ લગ્ન બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદની તપાસ માટે ત્રણ IAS અધિકારીઓ સમેત પાંચ સભ્યોની તપાસ સમિતિ નિમવાનો નિર્ણય કર્યો છે. આ તપાસ સમિતિને પોતાનો અહેવાલ 15 દિવસમાં રજૂ કરશે.
રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલ કમિટિના આ નિર્ણય અનુસાર આ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં અધ્યક્ષ તરીકે અગ્ર સચિવ સૂનયના તોમરની નિમણૂંક કરવામાં આવી છે. જયારે અન્ય સભ્યોમાં મમતા વર્મા- IAS, સોનલ મિશ્રા-IAS તથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુકત સચિવ દેવીબહેન પંડયા અને સભ્ય સચિવ તરીકે નાયબ સંયુકત કે અધિક સચિવ કક્ષાના અધિકારી રહેશે
ઉલ્લેખનીય છે કે, ગૌરવ દહિયા પ્રેમ પ્રકરણ મામલે દિલ્હીની પીડિત મહિલાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજીસ્ટર એ.ડી. કરીને ફરિયાદ મોકલી હતી. જ્યારે સતત 2 દિવસથી ગૌરવ દહિયા પ્રેમ પ્રકરણ મામલો ઉછળતા રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તેમની બદલી કરીને સંયુકત સચિવ તરીકે સામાન્ય વહીવટ વિભાગમાં મૂકેલા છે.