ગાંધીનગરઃ વિધાનસભાની પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ સરકારને રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં કેટલા દુષ્કર્મ અને સામૂહિક બળાત્કારની ઘટના બની છે. તેવા અનેક સવાલો કર્યા હતા. જેમાં રાજ્યના 33 જિલ્લામાંથી કુલ બે વર્ષમાં 2723 જેટલા દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મબનાવો પોલીસ ચોપડે નોંધયા હતા. કોંગ્રેસ પક્ષે સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં દરરોજ ત્રણથી ચાર જેટલા દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મની ઘટના બને છે. જેમાં સૌથી વધુ દુષ્કર્મની ઘટના ગુજરાતના આર્થિક પાટનગર અને મેગાસિટી અમદાવાદમાં 540 જેટલા કિસ્સાઓ સામે આવ્યા હતા.
આમ રાજ્યના 33 જિલ્લાઓમાં સૌથી વધારે અમદાવાદ જિલ્લામાં 540 જેટલા કિસ્સા પોલીસ ચોપડે નોંધયા હતા. જ્યારે સૌથી ઓછા ડાંગ જિલ્લામાં 9 જેટલા કિસ્સા નોધાયા હતા.