ETV Bharat / state

ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન સંપન્ન, કઇ કઇ ટીમને ડીજીપીએ આપી ટ્રોફી જૂઓ - ગુજરાત પોલીસ

ગાંધીનગરના કરાઇમાં પોલીસબેડામાં આજનો દિવસ ખાસ બની રહ્યો હતો. ગુનાખોરીના ચક્રો ભેદવામાં લાગેલા રહેતા ગાંધીનગર પોલીસ વિભાગમાં ડીજીપી સહિતના પોલીસકર્મીઓ 24માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનનો સમાપન સમારોહમાં હાજર હતાં.આ પ્રસંગે વિજેતા ટીમોને ડીજીપી વિકાસ સહાયે ટ્રોફી અર્પણ કરી હતી.

ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન સંપન્ન, કઇ કઇ ટીમને ડીજીપીએ આપી ટ્રોફી જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2023, 7:54 PM IST

ગાંધીનગર : 24માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનનો સમાપન સમારોહ ગાંધીનગર કરાઇમાં યોજાયો હતો. જેમાં ડીજીપી વિકાસ સહાયના હસ્તે બ્રાસ બેન્ડ, પાઇપ બેન્ડ અને બ્યુગલ બેન્ડ એમ કુલ ત્રણ કેટેગરીમાં વિવિધ ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

ત્રણ કેટેગરીમાં વિજેતા ટીમોને ટ્રોફી : ગુજરાત પોલીસ મહનિદેશક વિકાસ સહાયે આ 24માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનમાં વિજેતા થયેલી તમામ ટીમને ટ્રોફી આપી સન્માનિત કર્યા છે. જેમાં બ્રાસ બેન્ડ, પાઇપ બેન્ડ અને બ્યુગલ બેન્ડ એમ કુલ ત્રણ કેટેગરીમાં વિવિધ ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

ત્રણ કેટેગરીમાં વિવિધ ટીમોને ટ્રોફી એનાયત

1200થી વધુ સ્પર્ધકો સહભાગી બન્યાં : ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે 24માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના અલગ અલગ રાજ્યના પોલીસ વિભાગ તેમજ પેરામીલીટરીની 19 બેન્ડ ટીમના 1200થી વધુ સ્પર્ધકો સહભાગી થયા હતા. ગુજરાત પોલીસ મહનિદેશક વિકાસ સહાયે આજે સ્પર્ધામાં વિજેતા થયેલી તમામ ટીમને ટ્રોફી આપી આ પ્રતિયોગિતાનું સમાપન કરાવ્યું હતું.

વિકાસ સહાયે શું કહ્યું : ગુજરાત પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે જણાવ્યું કે, અખિલ ભારતીય પોલીસ બેન્ડ પ્રતિયોગિતા'ની યજમાની કરવાનો અવસર પ્રદાન કરવા બદલ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ વતી ઓલ ઇન્ડિયા પોલીસ ફોર્સ કંટ્રોલ બોર્ડનો આભાર વ્યક્ત કરે છે. આ પ્રતિયોગિતામાં સૌ સહભાગી ટીમે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રતિયોગિતાને વધુ રસપ્રદ બનાવી છે. આ સ્પર્ધાના આયોજનની વ્યવસ્થાઓથી તમામ ટીમે સંતોષ વ્યક્ત કર્યો છે તે જાણીને આનંદ થયો છે. વિકાસ સહાયે આ વ્યવસ્થા પાછળ ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમની ટીમો લાંબા સમયથી તૈયારીઓ કરી રહ્યા હતાં તે તમામ અધિકારી કર્મચારીઓને પણ અભિનંદન પાઠવ્યાં હતાં.

ગુજરાત પોલીસ બેન્ડને અભિનંદન : ગુજરાતના ડીજીપી વિકાસ સહાય વિજેતા ટીમને અભિનંદન પાઠવી કહ્યું કે, વિજેતા ન બનેલી ટીમના ઉત્સાહનો પણ આદર અને સન્માન કરું છું. ગુજરાત પોલીસ બેન્ડ દ્વારા અગાઉના વર્ષો કરતા ખૂબ સારું પરફોર્મન્સ આપવામાં આવ્યું છે તે બદલ ગુજરાત પોલીસ બેન્ડને પણ અભિનંદન પાઠવ્યાં હતાં.

  1. ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન શરૂ; પ્રથમ વખત ગુજરાત મહિલા પોલીસ બેન્ડ રચાયું
  2. કરાઈ ખાતે 24મી 'ઓલ ઈન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન-2023' યોજાશે, 4 ડિસેમ્બરથી શરુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.