ETV Bharat / state

શિક્ષણનું ખાનગીકરણ : છેલ્લા 2 વર્ષમાં 1287 ખાનગી શાળા અને 450 ખાનગી કૉલેજની સરકારે મંજૂરી આપી - Gandhinagar

ગાંધીનગર: દેશની રાજધાની દિલ્હીમાં સરકારી સ્કૂલોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે, ત્યારે તેનાથી વિપરીત અસર દેશના મોડેલ રાજ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સામે આવેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે 287 જેટલી ખાનગી શાળાઓને મંજૂરી આપી છે. જ્યારે બીજી તરફ ફક્ત 122 સરકારી શાળાને મંજૂરી આપવામાં આવી છે.

પ્રતિકાત્મક ફોટો
author img

By

Published : Jul 16, 2019, 6:13 PM IST

ઉચ્ચ શિક્ષણની વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં માત્ર એક જ સરકારી કોલેજને મંજૂરી મળી છે. જ્યારે ખાનગી 40 કોલેજને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજ્યમાં આર્ટ્સ,કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની 100, સરકારી 309, જ્યારે 450 ખાનગી કોલેજોને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોમાં રાજ્ય સરકારે જાહેર કર્યું હતું કે, રાજ્યમાં સૌથી વધુ ખાનગી કોલેજ ભાવનગરમાં 45 અને ત્યારબાદ રાજકોટમાં 43 કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં શાળા અને કોલેજોની વાત કરવામાં આવે તો છેલ્લાં 2 વર્ષમાં રાજ્યમાં 1287 ખાનગી શાળાને મંજૂરી આપવામાં આવી છે.જેમાં 122 સરકારી શાળા જ્યારે 13 ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 32754 સરકારી, 605 ગ્રાન્ટેડ જ્યારે 10940 ખાનગી શાળા છે.

Intro:હેડિંગ : ઓહ : શિક્ષણ નું ખાનગીકરણ : છેલ્લા 2 વર્ષમાં 1287 ખાનગી શાળા અને ફક્ત 122 સરકારી શાળાને મંજૂરી .



દેશની રાજધાની દિલ્હીમાં સરકારી સ્કૂલો ને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે તેનાથી વિપરીત અસલ દેશના મોડેલ રાજ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સામે આવેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે 287 જેટલી ખાનગી શાળાઓને મંજૂરી આપી છે જ્યારે બીજી બાજુ ફક્ત 122 સરકારી શાળાને મંજૂરી આપવામાં આવી...Body:જ્યારે ઉચ્ચ શિક્ષણ ની વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષમાં રાજ્યમા માત્ર એક જ સરકારી કોલેજને મંજુરી મળી જ્યારે ખાનગી 40 કોલેજને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજ્યમા આર્ટ્સ કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની 100, સરકારી 309, જ્યાર 450 ખાનગી કોલેજોને રાજ્ય સરકાર દ્વારા મજૂરી આપી દેવામાં આવી છે.

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોમાં રાજ્ય સરકારે જાહેર કર્યું હતું કે રાજ્યમાં સૌથી વધુ ખાનગી કોલેજ ભાવનગરમા 45 અને ત્યારબાદ રાજકોટમા 43 કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.
Conclusion:આમ રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં શાળા અને કોલેજોની વાત કરવામાં આવે તો છેલ્લાં 2 વર્ષમાં રાજ્યમાં 1287 ખાનગી શાળાને અપાઈ મંજુરી આપવામાં આવી છે. જેમાં 122 સરકારી શાળા જ્યારે 13 ગ્રાન્ટેડ શાળાને અપાઈ મંજૂરી અપાઇ છે. રાજ્યમાં કુલ 32754 સરકારી, 605 ગ્રાન્ટેડ જ્યારે 10940 ખાનગી શાળા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.