ETV Bharat / state

દીવ શનિ-રવિ પ્રવાસન સ્થળો બંધ, પ્રવાસીઓએ રજૂ કરવો પડશે કોરોના રિપોર્ટ

કોરોનાની બીજી લહેર આવવાની દહેશતને લઇ સંઘપ્રદેશ દીવના બીચ, ગાર્ડન જેવા સ્થળોને શનિ-રવિ બંધ રાખવાની સાથે ગુજરાત અને મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓએ કોરોનાનો રિપોર્ટ કરાવીને જ દીવ આવવાનું રહેશે. ત્‍યાર બાદ હોટલમાં પ્રવેશ કે, રોકાણ કરી શકાશે તેવી દીવ પ્રશાસને જાહેરાત કરી છે.

દિવ
દિવ
author img

By

Published : Mar 21, 2021, 3:17 PM IST

Updated : Mar 21, 2021, 7:55 PM IST

  • કોરોનાની SOPનું ચૂસ્ત પાલન કરવાનો દીવ પ્રશાસનનો આદેશ
  • પ્રવાસી સહિત સ્થાનિકોએ પણ નિયમોનું કરવું પડશે પાલન
  • લોકડાઉનની આશંકાથી નાના વેપારીઓ નાખુશ

ગીર-સોમનાથ: સંઘપ્રદેશ દીવ હાલ કોરોના મુક્ત છે, પરંતુ સમગ્ર દેશમાં ઝડપથી વધી રહેલા કેસોની સંખ્‍યાને ધ્યાનમાં રાખી દીવ પ્રશાસન પણ સર્તક બન્‍યુ છે. સ્‍થાનિક લોકોને કોરોનાથી બચાવવા અમુક પ્રતિબંધો જાહેર કર્યા છે. જેમાં ખાસ કરીને શનિવાર અને રવિવારના બે દિવસોમાં મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ દીવના બીચ અને ફરવા લાયક સ્થળોની મુલાકાતે આવતા જોવા મળે છે. જેને ધ્યાનમાં રાખી દીવ પ્રસાશને અઠવાડિયાના અંતિમ બે દિવસ, શનિવાર અને રવિવારના રોજ દીવના તમામ બીચ અને ગાર્ડનો બંધ રાખવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચો : સેલવાસ-દમણમાં કોરોના યોદ્ધાઓનું અભિવાદન, કોસ્ટગાર્ડના ચેતકમાંથી આકાશી પૂષ્પવૃષ્ટિ

કોરોના રિપોર્ટ બાદ જ મળશે દીવની હોટલમાં પ્રવેશ

વધુમાં હાલ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોના કેસનો રાફડો ફાટ્યાની પરિસ્‍થ‍િતિ જોવા મળે છે. જેના કારણે આ બન્ને રાજ્યમાંથી સંઘપ્રદેશ દીવ આવતા પ્રવાસીઓને હવે ફરજિયાત કોરોના રિપોર્ટ કરાવીને જ દીવમાં પ્રવેશ મળશે અને રિપોર્ટ હશે, તો જ દીવની હોટલમાં પ્રવેશ કે રોકાણ મળશે, તેવી સૂચના આપી છે. દીવમાં કાર્યરત તમામ હોટલએ કોરોનાને લઇ જાહેર કરાયેલા SOPનું ચુસ્‍તપણ પાલન કરવા પ્રશાસન આદેશ કર્યો છે. આ ઉપરાંત સ્‍થાનિક લોકો પણ બજારમાં નિકળે ત્‍યારે ફરજિયાત માસ્‍ક પહેંરવું અને સોશિયલ ડિસ્‍ટન્‍સનું ઘ્‍યાન રાખવા જણાવ્યું છે.

હોટલ સંચાલકો અને નાના ધંધાર્થીઓમાં કચવાટ

ગત વર્ષે થયેલા લોકડાઉનના કારણે સંઘપ્રદેશ દીવની હોટલ લાંબો સમય બંધ રહી હોવાથી હોટલ ઉદ્યોગની કમર તૂટી ગઇ હતી અને માલિકોને ભારે આર્થિક ફટકો પડ્યો હતો. જો કે, છેલ્‍લા ચારેક માસથી અનલોકના સમયગાળા દરમિયાન હોટલ ઉદ્યોગ ફરી પાટા પર ચડવા ઝઝુમી રહ્યો છે. એવા સમયે નાના વેપારીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો હતો.

આ પણ વાંચો:કોરોના વાઇરસના પગલે દમણ-દીવની શાળા-કોલેજોમાં શિક્ષણ વિભાગે પ્રાર્થના સભા સહિતની પ્રવૃત્તિ પર પ્રતિબંધ જાહેર કર્યો

Last Updated : Mar 21, 2021, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.