દીવ: પોર્ટુગલના રાજદૂત જૈરલ ડી તેમના પરિવાર સાથે આજથી 2 દિવસની દીવની મુલાકાતે આવ્યા છે. તેમની મુલાકાત દરમિયાન શનિવારે દીવના સેન્ટ પોલ ચર્ચની મુલાકાત કરીને પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.
રાજદૂતે તેમની મુલાકાતના પ્રથમ ચરણમાં પોર્ટુગીઝ સમયમાં બનાવવામાં આવેલા સેન્ટ પોલ ચર્ચની મુલાકાત કરી હતી. ત્યાં આયોજિત પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા. ચર્ચની મુલાકાત કરીને તેના બાંધકામને લઈને વિગતો પણ મેળવી હતી.
તો રવિવારે દીવના ઘોઘલામાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહશે. જ્યા પોર્ટુગીઝ નાગરિકતા ધરાવતા લોકોની સાથે મુલાકાત કરીને તેમની મુશ્કેલીઓ જાણીને લોકો સાથે વિચારોનું આદાન પ્રદાન પણ કરશે. દીવના જે લોકોને પોર્ટુગીઝ પાસપોર્ટ માટે ગોવા સુધી જવું પડતું હતું તેને લઈને નવા પાસપોર્ટની વ્યવસ્થાઓ દીવમાં કરવા જઈ રહયા છે. જેને લઈને પોર્ટુગીઝ નાગરિકતા ધરાવતા દીવના લોકોની મુશ્કેલીમાં ઘટાડો થશે. તેમજ સરકારી કામકાજો વધુ સગવડ ભર્યા બનશે.