અરબી સમુદ્રમાં સર્જાયેલું અને ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઇ તટ તરફ આગળ વધી રહેલું 'મહા' વાવાઝોડું સંઘ પ્રદેશ દિવના વિસ્તારો પર ત્રાટકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઇને અગમચેતીના પગલા રૂપે હવામાન વિભાગ દ્વારા લોકોને દરિયાઇ વિસ્તારમાં અવરજવર નહીં કરવા સૂચનો કરવામાં આવ્યા છે.
દીવનો નાગવા બીચ જે સમગ્ર દેશમાં પ્રવાસીઓ માટે એક આદર્શ બીચ તરીકેનું સ્થાન ધરાવે છે તે બીચ પર આજે પ્રવાસીઓની નહિવત હાજરી જોવા મળી હતી. વાવાઝોડાની અસરને કારણે દિવનો નાગવા બીચ આજે યાત્રિકો અને પ્રવાસીઓથી સૂમસામ ભાસતો હતો. હાલ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે આ સમયે દીવના નાગવા બીચ પર પગ મૂકવા જેટલી પણ જગ્યા જોવા મળતી નથી, ત્યારે 'મહા' વાવાઝોડાને પગલે આજે નાગવા બીચ પ્રવાસીઓ વિના સૂમસામ લાગતુ હતું.