- માત્ર દીવ પ્રશાસન દ્વારા કરફ્યૂ વચ્ચે 31 ડિસેમ્બરની ઉજવણી
- ઉજવણી રદ થતાં લોકોએ ઘરમાં રહી નવા વર્ષને આવકાર્યું
- દીવના ઇતિહાસમાં આઝાદી બાદ પ્રથમ વખત કરફ્યૂનો અમલ
દીવમાં થર્ટીફર્સ્ટની ઉજવણી નીરસ રહી
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનાં ઇતિહાસમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી પ્રથમ વાર નીરસ રહી હતી. કોરોના મહામારી વચ્ચે રાત્રી દરમિયાન લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવું પડયું હતું.
દીવના ઇતિહાસમાં આઝાદી બાદ પ્રથમ વખત કરફ્યૂનો અમલ
કોરોનાની મહામારીને લઈ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે પ્રસાશન દ્વારા દીવમાં અચાનક રાત્રે 9 કલાકથી કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું હતું. દીવમાં 31 ડિસેમ્બરનાં રોજ સહેલાણીઓનો જમાવડો જોવા મળે છે. આઝાદી બાદ દીવનાં ઇતિહાસમાં પહેલીવાર 31 ડિસેમ્બર-2020 માં કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. જે નવા વર્ષની પ્રભાતે 6.00 કલાકે ખુલ્યો હતો.
દીવમાં થર્ટી ફર્સ્ટની જાહેર ઉજવણી રદ થવાથી સ્થાનિકો અને પ્રવાસીઓ નિરાશ
સંઘ પ્રદેશ દીવમાં રાત્રી ફરફ્યૂ લદાવાને કારણે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. થર્ટી ફર્સ્ટની જાહેર ઉજવણી રદ કરવામાં આવતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં નિરાશા વ્યાપી છે, પરંતુ લોકોએ કચવાતા મને નવા વર્ષને ઘરે રહીને આવકાર્યું હતું. બહાર ગણતરીનાં લોકો જ જોવા મળ્યા હતા. જો કે, દીવ પ્રશાસન દ્વારા આતિશબાજી કરી 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી હતી.