વાયુ તોફાનને કારણે બેટ દ્વારકા જતી તમામ બોટો કાંઠા પર ચડાવી દેવાની સુચના આપવામાં આવી હતી. જે બાદ બેટમાં જીવન જરુરૂયાતની ચીજ વસ્તુઓની તંગી પડી છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે, છેલ્લા 48 કલાકથી બેટ દ્વારકા સપર્ક વિહોણુ બન્યું છે. જેમાં ખાસ દૂધ, પાંણી તેમજ શાકભાજી ન પહોંચતા લોકો હેરાન-પરેશાન થઈ ગયાં છે.
મહત્વનું છે કે, હાલ બેટ દ્વારકામાં 10થી 12 હજારની વસ્તી છે. આટલી મોટી વસ્તી ધરાવતુ બેટ દ્વારકા કુદરતી આફત "વાયુ" આવે તે પહેલા જ પરેશાનીમાં મુકાઈ ગયું હતું.