ETV Bharat / state

કોરોનામાં સમયનો સદુપયોગ: બળેલા ઓઇલનો ઉપયોગ કરી આંગળીના ટેરવે મહાનુભવોને કંડારતો દેવભૂમિ દ્વારકાનો ખેડૂત પુત્ર

author img

By

Published : Nov 27, 2020, 7:09 PM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર ગામમાં આહીર યુવાન જેસાભાઈ લગારીયાએ પોતાની અનોખી કળાને નિહાળવા માટે લોકોને મજબૂર કર્યા છે. આ યુવાને ખૂબ જ ઓછા ખર્ચે તમામ સાધનો એકઠાં કરીને ભવિષ્યમાં આ કળા દ્વારા આત્મનિર્ભર બનાવવાનો પણ સુંદર પ્રયાસ શરૂ કર્યો છે.

devbhumi
દેવભૂમિ દ્વારકા
  • કોરોનામાં સમયનો સદુપયોગ કરી આંગળીના ટેરવાથી બનાવી અદભૂત તસ્વીરો
  • ખેતીકામની સાથે આત્મનિર્ભર ખેડૂત પુત્ર આજના યુવાનો માટે ઉત્તમ ઉદાહરણ
  • ખેડૂત પુત્રની અનોખી કળાથી પરિવારે પણ આપ્યું પ્રોત્સાહન

દેવભૂમિ દ્વારકા: કોરોના કાળ દરમિયાન એક તરફ આરોગ્યની ચિંતા બીજી તરફ ધંધા રોજગારમાં અનેક પરીવારો ચિંતામાં ડૂબી ગયા છે. વિશ્વની મહાસત્તાઓ પણ આનો રસ્તો કાઢવા માટે અસમર્થ બની છે. અનેક નાના અને સામાન્ય કુટુંબોના ધંધા રોજગારો છીનવાઈ ગયા છે. કંઈક નવું કરીએ તો પણ ચિંતા અને જૂનું ફરીથી શરૂ કરવાની કોઈ ક્ષમતા નહીં હોવાથી અનેક પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ભૂતકાળમાં વિશ્વ સમસ્યાઓમાં ભારતનો ફાળો હંમેશા વખણાયો છે. ત્યારે કોરોનાના કાળ દરમિયાન ભારતના ખૂણે-ખૂણેથી અનેક અલભ્ય પ્રતિભાવો બહાર આવતી આપણે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છીએ. આવી જ એક પ્રતિભા ગુજરાત રાજ્યના પશ્ચિમ છેવાડે આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ઉભરતી નજરે પડી છે.

બળેલા ઓઇલનો ઉપયોગ કરી આંગળીના ટેરવે મહાનુભવોને કંડારતો દેવભૂમિ દ્વારકાનો ખેડૂત પુત્ર
આ કળાને ભવિષ્યમાં વધુ વિકસાવી દેશ-વિદેશમાં ફેલાવવાની મહેચ્છાદેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં આમ તો મોટાભાગે ખેતી અને પશુપાલનનો વ્યવસાય સ્થાનિક લોકો કરે છે. ત્યારે આ ખેતી કામ કરતા કરતા અનેક પરિવારો પોતાના બાળકોને ખેતી કામની સાથે સાથે આજની જરૂરિયાત મુજબ અભ્યાસ કરવા પણ મોકલે છે. ત્યારે કલ્યાણપુરમાં જન્મેલા જેસા મૂરુભાઈ લગારીયા કલ્યાણપુરની આર્ટસ કોલેજમાં અભ્યાસની સાથે સાથે કંઈક નવું કરવાની ઈચ્છા સાથે પોતાની આજુબાજુમાં નજર કરતાં સ્કૂટર ,મોટર અને ટ્રકમાંથી ઉપયોગમાં લેવાયેલા જૂના ઓઈલ, જેને બળેલું ઓઇલ પણ કહીએ છીએ, તેનાથી અને માત્ર પોતાની આંગળીના ટેરવેથી અનેક મહાનુભાવોના સ્કેચ પેપર કંડારીને પોતાની વિશેષ કળાનો પરિચય આપી રહ્યો છે.

આંગળીના ટેરવાથી આત્મનિર્ભર બનાવવાનો સુંદર પ્રયાસ

જેસાભાઈ લગારીયા કોલેજના ત્રીજા વર્ષમાં સમાજશાસ્ત્રના વિષયમાં અભ્યાસ કરતા કરતા પિતાજી મુળુભાઇને હંમેશા ખેતીકામમાં પણ મદદ કરતો જાય છે. પરંતુ જન્મથી જ અલગ માટીનો જેસાભાઇ જીવનમાં કંઈક નવું કરવાની વિચાર શક્તિથી કાગળ ઉપર ચિત્ર બનાવવાનું નક્કી કર્યું. પરંતુ તેના માટે ઘરની બહાર નીકળી અનેક ચીજ વસ્તુ ખરીદવી પડે, જ્યારે કોરોનાને કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. ત્યારે પિતાજી સાથે ખેતીના ઓજારો રીપેરીંગ કરતા કરતા અચાનક ડ્રોઈંગ સીટ ઉપર બળેલું ઓઇલ ઢોળાઈ ગયું ને જેસાભાઈને મનમાં કંઈક નવો જ વિચાર ઝબુક્યો. તેની આંગળીઓ ડ્રોઈંગ સીટ ઉપર ફરવા લાગી અને જોતજોતામાં તો સફેદ કાગળ ઉપર બળેલા કાળા ઓઇલમાં ભારતના અનેક મહાનુભાવોને જાણે બોલતા કર્યા હોય તેવું લાગ્યું.

બળેલા ઓઇલથી બનાવ્યા અનેક મહાનુભવોના ચિત્રો

જેસાભાઈની આંગળીથી ઉપસેલા આ ચિત્રોમાં ભગવાન દ્વારકાધીશ, મહાન ક્રિકેટર સચિન તેડુલકર અને વિરાટ કોહલી પ્રસિદ્ધ સાહિત્ય કલાકાર સાંઈરામ દવે અને આહિર સમાજના દેવાયત બાપુ બોદરના ચિત્રોની હુંબહુ ઉપસ્થિત જોઈને જેસાભાઈ લગારીયાનો પરિવાર પણ અચંબો પામી ગયો હતો. ત્યારે ETV BHARAT સાથેની મુલાકાતમાં જેસાભાઈએ જણાવ્યું કે, પોતાના પિતાજી અને દાદા સાથે ખેતરના વાહનોના રીપેરીંગ સમયે ડ્રોઈંગ સીટ ઉપર ઓઇલ ઢોળાઇ જતાં તેનો સદુપયોગ કરી સમયની સાથે સાથે નજીવા ખર્ચે આત્મનિર્ભર બનવાનો આ મારો પ્રયાસ હું દેશ-વિદેશમાં ફેલાવવા માંગું છું. જેસાભાઈની આ પ્રતિભાથી તેનો પરિવાર પણ આગળ આવીને તેને તમામ કામો માટે પ્રોત્સાહિત કરતો નજરે પડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.