ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા નગરપાલિકાની સામાન્ય સભામાં પાણી અને લાઈટ મુદ્દે હોબાળો - દેવભૂમિ દ્વારકા નગરપાલિકા

દેવભૂમિ દ્વારકા નગરપાલિકાની બીજી ટર્મની પ્રથમ સામાન્ય સભા આજે યોજવામાં આવી હતી. જેમાં પાણી અને લાઈટ મુદ્દે હોબાળો થયો હતો તો બીજી બાજુ પૂર્વ પ્રમુખ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Dwarka
Dwarka
author img

By

Published : Oct 6, 2020, 2:14 PM IST

દેવભૂમિ દ્વારકાઃ દ્વારકા નગરપાલિકાની બીજી ટર્મની પ્રથમ સામાન્ય સભા આજે યોજવામાં આવી હતી. નગરપાલિકાના મહિલા પ્રમુખ જ્યોતિબેન સામાણી, ઉપ પ્રમુખ પ્રકાશભાઇ અને ચીફ ઓફિસર સી.બી. ડુડીયા દ્વારા દ્વારકા નગરપાલિકાના વિવિધ પ્રશ્નો અને વિવિધ ગ્રાન્ટમાંથી કામ કરવામાં આવશે તેવી ચર્ચાઓ શરૂ કરે તે પહેલા જ નગરપાલિકાના સદસ્ય દેવાભા સુમણીયા તેમજ નીતાબેન ઠકરાર અને અવનીબેન રાય મંગીયા દ્વારા પોતાના વિસ્તારમાં લાઈટ અને પાણી પ્રશ્ને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆતના અંતે 12 જેટલા સદસ્યોએ સામાન્ય સભાનો બહિષ્કાર કરીને વોકઆઉટ કર્યું હતું. અચાનક થયેલા વોકઆઉટને કારણે નગરપાલિકાના પ્રમુખ અવાચક બન્યા હતા અને નારાજ સદસ્યોને સમજાવવાની કોશિશ પણ કરી હતી.

દેવભૂમિ દ્વારકા નગરપાલિકાની બીજી ટર્મની પ્રથમ સામાન્ય સભા
વોક આઉટ કરીને બહાર નીકળેલા નગરપાલિકાના સદસ્ય દેવાભા સુમણીયા દ્વારા જણાવવામાં આવ્યું કે, અમે કોઈ પણ જાતનો વિરોધ કરવા નથી માગતા. પરંતુ નગરપાલિકાના ભુતપૂર્વ પ્રમુખ જિતુભા માણેક દ્વારા અનેક ભ્રષ્ટાચારો થયા છે તે અંગે આજની સામાન્ય સભામાં ભૂતકાળના કામોને બહાલી આપવાનો અમને વિરોધ હતો અને તે અંગે તેઓ ચર્ચા કરવા ન માગતા હોવાથી અમે વોકઆઉટ કર્યું છે.નગરપાલિકા દ્વારકાના 28માંથી 12 સભ્યો વોકઆઉટ કર્યા હોવા છતાં બહુમતીને કારણે સામાન્ય સભાની કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સ્વયં જયંતી શહેરી વિકાસ યોજના 2020 - 21ની ગ્રાન્ટના કામોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ દ્વારકા નગરપાલિકાના વિસ્તારોમાં વરસાદી પાણીથી નુકસાન થયેલા માર્ગોને રિપેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરેલ ગ્રાન્ટ વાપરવા બાબતની ચર્ચા થઈ હતી. દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં બિનઅધિકૃત પાણીના જોડાણો અને રેગ્યુલેશન કરવા માટેનો પરિપત્ર વાંચન લેવાયું હતું .દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરનો અમુક ભાગ બેંક.ઓફ.બરોડા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને ભાડે આપવા માટેની અને જરૂરિયાત મુજબ બાંધકામના ફેરફાર કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.નગરપાલિકાના ભુતપૂર્વ પ્રમુખ જિતુભા માણેક ઉપર નગરપાલિકાના સદસ્ય દેવાભા સુમણીયા દ્વારા ભ્રષ્ટાચારના આરોપો અંગે પૂછતા તેઓએ જણાવ્યું કે, ભ્રષ્ટાચારનો આરોપ તદ્દન ખોટો છે. જો સાબિત થાય તો તેઓ આજીવન રાજકારણ મૂકી દેશે. વધુમાં તેમણે જણાવ્યું કે ભ્રષ્ટાચારના આરોપ મુકવા વાળાઓને પોતાના અંગત કામમાં નગરપાલિકામાંથી ખોટી રીતે લાભ મેળવવાની આશાઓ પુરી ના થતા તેઓએ મારા ઉપર ખોટા આક્ષેપ કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.