દેવભૂમિ-દ્વારકા : મીઠાપુરમાં રાયોટિંગનો ગુનો (Crime of Rioting in Dwarka) નોંધવામાં આવ્યો છે. જ્યાં ગ્રામ પંચાયત ચૂંટણીનું વેર રાખીને બે જૂથ વચ્ચે હથિયારો સાથે સામ સામે આવી ચૂક્યા હતા. પરંતુ પોલીસની ચપડતાના કારણે મોટી દૂર્ઘટના થતા અટકી ગઈ છે.
ચૂંટણીનું વેર રાખી ધીંગાણું ખેલવા નીકળ્યા
પાડલી ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીનો (Padli Gram Panchayat Election) ગુસ્સો રાખી બન્ને પક્ષો શસ્ત્ર લઈને ધીંગાણું ખેલવા નીકળી ચક્યા હતા. પરંતુ મીઠાપુર પોલીસ (Mithapur Police) ચોક્કસ સમય પર પહોંચી જતા મોટી જાનહાની બચાવીને ધીંગાણું અટકાવ્યું હતું.
આ પણ વાંચોઃ TLGH હોસ્પિટલમાં મારામારી કરવા બદલ 15 લોકો વિરુદ્ધ ગુનો દાખલ, પોલીસના 20થી વધુ જવાનો કોરોના સંક્રમિત
26 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા
મીઠાપુર પોલીસએ ધોકા, તલવાર, કોશ, ધારીયા જેવા ઘાતક હથિયારો સાથ હુલ્લડ કરવા નીકળેલા બન્ને પક્ષના કુલ 26 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમજ IPCની કલમ (Rioting Crime Clause) 143,144,149 તેમજ જીપી એકટ 135(1) મુજબ ગુન્હો દાખલ કર્યો છે. આ ઉપરાંત પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: વાંસદા વિધાનસભા જીતવા BJP તત્પર, કોંગ્રેસ ધોબીપછાડ આપવા તૈયાર