ETV Bharat / state

Bet Dwarka Signature Bridge : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સિગ્નેચર બ્રિજ પૂર્ણતાના આરે - સિગ્નેચર બ્રીજ એન્જીનિયરીંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સિગ્નેચર બ્રિજ પૂર્ણતાના આરે છે. ઉલ્લેખનિય છે કે, ઓખાથી બેટદ્વારકા જવા માટે અત્યારે ફેરીબોટની મદદથી જવું પડે છે. જ્યારે રુ. 978 કરોડના ખર્ચે તૈયાર થતા સિગ્નેચર બ્રિજથી ફેરીબોટનો વિકલ્પ મળશે. ઓખાથી બેટ દ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઇના આ બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે. આ બ્રિજ સુવિધા અને નિર્માણની દ્રષ્ટીએ અદ્ભુત છે. ત્યારે જાણો આ સિગ્નેચર બ્રિજની સંપૂર્ણ વિગત...

Bet Dwarka Signature Bridge
Bet Dwarka Signature Bridge
author img

By

Published : Aug 1, 2023, 7:23 PM IST

દ્વારકા : રાજ્યના ઐતિહાસિક અને પ્રવાસનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ કેન્દ્રોના વિકાસ માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે. તેમાંથી એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ઓખાથી બેટદ્વારકાને જોડતો સિગ્નેચર બ્રીજ છે. ઉલ્લેખનિય છે કે, આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે.

સિગ્નેચર બ્રીજ : ઓખાથી બેટદ્વારકા જવા માટે અત્યારે ફેરીબોટની મદદથી જવું પડે છે. પરંતુ હવે રુ. 978 કરોડના ખર્ચે આ સિગ્નેચર બ્રીજ બનવા જઈ રહ્યો છે. ઓખાથી બેટદ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઇના આ બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે. જેના માટે દરિયાઈ બાજ ક્રેનથી સમુદ્રમાં 38 પિલર ઉભા કરવામાં આવ્યાં છે. માર્ચ 2018 માં કામગીરી શરૂ થઈ ત્યારથી આજ દિન સુધીમાં આ બ્રિજની 92 ટકા ભૌતિક કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ઓક્ટોબર 2023 ના અંત સુધીમાં આ બ્રિજ પૂર્ણ થાય તેવી તૈયારી છે.

બ્રીજની વિશેષતા : ઓખાથી બેટદ્વારકાને જોડતો સિગ્નેચર બ્રીજ એન્જીનિયરીંગ અજાયબીથી ઓછો નથી. તંત્રમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર બ્રિજની લંબાઈ 2320 મીટર રહેશે. જેમાં 900 મીટર કેબલ સ્ટેઈડ ભાગ રહેશે. ઓખા અને બેટ દ્વારકા બંને બાજુ થઈ 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવશે. બ્રીજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે. જે ભારત દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે. બ્રીજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઈ ધરાવતા બે પાયલોન છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ

શ્રેષ્ઠ સુવિધા : આ ઉપરાતં સિગ્નેચર બ્રિજમાં કેટલીક ખાસ સુવિધાઓ પણ યાત્રિકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. બ્રિજ પહેલા વાહન પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવવામાં આવશે. આ ચાર માર્ગીય બ્રીજની પહોળાઈ 27.20 મીટર છે. જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવશે. ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલથી 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. જેનો ઉપયોગ બ્રીજ પર લાઇટિંગ માટે કરવામાં આવશે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે.

વ્યુ ગેલેરી : ઉલ્લેખનિય છે કે, બ્રીજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુ ગેલેરીનું આયોજન કરવામાં આવેલ છે. તે જગ્યા પરથી પ્રવાસીઓ બેટદ્વારકા અને દરિયાના સુંદર દર્શનનો લ્હાવો લઈ શકશે. ઉપરાંત બ્રીજ પર રાત્રિ દરમિયાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરવામાં આવશે. જે બ્રિજની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે. આમ, આ સિગ્નેચર બ્રિજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

  1. ખરાબ હવામાનને કારણે ઓખા બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ હાલ પૂરતી બંધ
  2. બેટદ્વારકામાં બીજા દિવસે મેગા ડિમોલિશન, માથાભારે શખ્સોના પણ દબાણ હટાવાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.