દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસુ દસ્તક (Pre monsoon operations)દઈ રહ્યું છે. વરસાદની સીઝનમાં નગરપાલિકા વિસ્તારના રહેવાશીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે હેતુથી ખંભાળિયા નગરપાલિકા(Khambhaliya Municipality)દ્વારા ખંભાળિયા શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા શહેરની ડ્રેનેજ સિસ્ટમને અપડેટ કરાઇ હતી. શહેરમાં આવેલ નદી, નાળા, ગટરોની સફાઈ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ચોમાસુ બારણે ઉભું છે, પણ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અધૂરી
જર્જરિત મકાનના કાટમાળને દૂર કરવા નોટિસ - બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચોમાસામાં મુશ્કેલી ન પડે તે માટે પાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ ચોમાસા દરમિયાન શહેરમાં જર્જરિત હાલતમાં રહેલા મકાનથી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે જર્જરિત મકાનના કાટમાળને દૂર કરવા માટે મકાન માલિકોને પાલિકા દ્વારા નોટિસ આપવાની પણ કવાયત હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ડીસાના વાડીરોડ વિસ્તારમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી, ખુલ્લી ગટરમાં યુવક ડૂબી જતાં મોત
લોકો માટે વેક્લપિક વ્યવસ્થા - શહેરમાં પાલિકા હદ વિસ્તારમાં આવતા તમામ હોર્ડિંગ હટાવવાની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારમાં આવેલ તમામ ગટરની પણ સફાઇ હાથ ધરાઇ હતી. વધુ વરસાદ પડે નીચાણ વારા વિસ્તારમાં પાણી ભરાઈ તો ત્યાં રહેતા લોકો માટે વેક્લપિક વ્યવસ્થા પણ તંત્ર દ્વારા હાથ ધરાઇ હતી. ડિઝાસ્ટર વિભાગની ટીમ સાથે નગર પાલિકા દ્વારા પણ જરૂર પડીએ તરવેયાની ટીમ એલર્ટ રાખવામાં આવશે. આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો મોન્સુનની મજા માણી શકે તેવી સુદ્ઢ વ્યસ્થા ખંભાળિયા નગરપાલિકા દ્વારા હાથ ધરાઇ હતી.