- દેવભૂમિદ્વારકા જિલ્લાના ખંભાળિયામાં અનોખી રીતે ઉજવાય છે નવરાત્રિ
- ઔદિચ્ય સમાજના બ્રાહ્મણ ભાઈઓ દુહા અને છંદ ગાઈને રમે છે ગરબા
- આ સમાજના લોકો છેલ્લા સવા સો વર્ષથી આ જ રીતે નવરાત્રિ ઉજવે છે
દેવભૂમિદ્વારકાઃ જિલ્લાના ખંભાળિયા માં સવાસો વર્ષથી જૂની પ્રાચીન ગરબીનું આયોજન થાય છે, જેમાં પરંપરા અનુસાર લોકો ધોતીયું અને પિતાંબર પહેરીને રાસ રમીને માતાજીની આરાધના કરે છે. અહીં બ્રાહ્મણ જ્ઞાતિના ભાઈઓ વિવિધ છંદ ગાવાની સાથે રાસ પણ રમે છે.
વારાહી ચોકમાં પરંપરા જાળવી દુહા અને છંદ ગાઈ લોકો રમે છે ગરબા
ખંભાળિયામાં આવેલ વારાહી ચોકમાં ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિના ભાઈઓ સવા સો વર્ષથી નવરાત્રિ દરમિયાન ગરબીનું આયોજન કરે છે, જેમાં તેઓ ધોતીયું અને પિતાંબર પહેરી માતાજીના વિવિધ છંદ ગાવાની સાથે રાસ રમીને માતાજીની આરાધના કરે છે. જ્યારે અન્ય ગરબીઓ ડીજે સાઉન્ડ સિસ્ટમ અને ઈલેકટ્રોનિક ઉપકરણોમાં સાથે કરવામાં આવતી હોય છે. તો ખંભાળિયાની વારાહી ચોકમાં વર્ષો જૂની ગરબીની પરંપરા જાળવીને બ્રાહ્મણ જ્ઞાતિના ભાઈઓએ સાઉન્ડ સિસ્ટમ વગર માત્રને માત્ર દોહા અને છંદ ગાઈને માતાજીની આરાધના કરે છે.
આ પણ વાંચો- નવદુર્ગાના નવ ઔષધીય સ્વરૂપની પૂજા અને તેનું આરોગ્યની દ્રષ્ટિએ શું મહત્વ, જાણો શું છે મહત્વ..
આ પણ વાંચો- ભુજમાં ગરબી મંડળ દ્વારા ગરબા રસિકોને આકર્ષવા માટે કર્યો નવો પ્રયોગો, જૂઓ વીડીયો...