દેવભૂમિ દ્વારકાઃ સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ હાહાકાર મચાવનારા કોરોના વાઈરસ સામે લડવા માટે ભારતના વડાપ્રધાને રવિવારે લોકોને જનતા કરફ્યૂની અપીલ કરી હતી. આ અપીલને સમગ્ર ભારત સહિત દ્વારકામાં પણ આવકારવામાં આવી હતી.
કોરોના વાઈરસના ફેલાવાને પગલે રવિવારના દિવસે જનતા દ્વારા કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. રવિવારે સાંજે 5 વાગે આ કરફ્યૂ દરમિયાન ફરજ બજાવતા કર્મચારીઓનું અભિવાદન થાળી, તાળી તેમજ શંખ વગાડી લોકોએ કર્યું હતું. આ અભિવાદમાં દ્વારકા પણ પાછળ રહ્યું ન હતું. દ્વારકાના ગ્રામજનોની સાથે નાના બાળકો પણ થાળી ઢોલ અને શંખ સાથે કોરોના કમાન્ડોને વધાવ્યા હતા. લોકોએ પ્રાર્થના કરી હતી કે, આ ખતરનાક વાઈરસ જેમ બને તેમ ઝડપથી સમગ્ર વિશ્વમાંથી દૂર થાય.