ઓખા સૌરાષ્ટ્રમાં મેલ ઓખા મીઠાપુર વચ્ચેના ફાટક ખુલ્લું રાખી ગેટમેન દારૂના નશા પડી રહ્યો હતો. જેના કારણે અકસ્માત થતો થવાની અકસ્માત થવાની આરે હતો. સૌરાષ્ટ્રમેલના એન્જીન ડ્રાઈવર અને ગાર્ડે નીચે ઉતરીને ગેટ બંધ કરી ગાડી આગળ વધારી હતી. જેથી મોટો અકસ્માત થતો અટક્યો હતો.
ગેટમેનની આ બેદરકારીના કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયાં હતાં. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આ ઘટનાની જાણ થતાં રેલવે RPFની તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. ટીમે ગેટમેનનું મેડીકલ તપાસ કરાવી હતી. ત્યારબાદ તેને નોકરીમાંથી બરતરફ કર્યો હતો.
ઉલ્લેખનીય છે. રેલવે બોર્ડ દ્વારા રેલવેની કામગીરી ખાનગી કંપનીને સોંપી દેવામાં આવી છે. આ ગેટમેન અમદાવાદ ચેકમેટ સિક્યુરીટી કર્મચારીનો નિવૃત્ત ફોજી છે.