- રસીનો પ્રથમ ડોઝ ગ્રહણ કરતા જનરલ હોસ્પિટલના અધિક્ષક ડો. હરીશ મટાણી
- રાજ્યની કોરોના સ્થિતિનો ચિતાર રજૂ કરતી ટૂંકી ડોક્યુમેન્ટરીનું પણ આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું
- વેકસીનની કોઇ આડઅસર થતી નથી જેથી વેકસીન લેવા બાબતે કોઇએ ગભરાવાની કે ડરવાની જરૂર નથી
ખંભાળીયાઃ પૂનમ માડમે વધુમાં જણાવ્યું કે ભગવાન દ્વારકાધીશના આશિર્વાદથી આપણા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઓછું છે. તેમણે છેલ્લા 8-10 માસથી રાતદિવસ જોયા વગર કોરોના મહામારીમાં સેવા બજાવી રહ્યા છે તેવા કોરોના વોરીયર્સને અભિનંદન પાઠવ્યાં હતાં. મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો.
- હરીશ મટાણીએ લીધો પહેલો ડોઝ
જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ અધિક્ષક ડોક્ટર હરીશ માટાણીએ લીધો હતો. જનરલ હોસ્પિટલના અધિક્ષક ડો. હરીશ મટાણીએ સ્વાગત પ્રવચન તેમ જ ડો. જેઠવાએ આભારવિધિ કરી હતી. રસીકરણના શુભારંભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવચનમાં સૌ સહભાગી થયાં હતાં. તેમજ રાજ્યની કોરોના સ્થિતિનો ચિતાર રજૂ કરતી ટૂંકી ડોક્યુમેન્ટરીનું પણ આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.