ETV Bharat / state

ઓખામંડળ તાલુકા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં મોટાપાયે ગેરરીતિ, ટ્રક માલિકો દ્વારકા પ્રાંત અધિકારી પાસે દોડી ગયા - Dwarka Province Officer

ઓખામંડળ તાલુકા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં મોટાપાયે ગેરરીતિ ચાલી રહી છે. ટ્રક માલિકો અને ટ્રક ચાલકોએ દ્વારકા પ્રાંતના અધિકારીને આવેદન આપીને ફરિયાદ નોંધાવી હતી.

ઓખામંડળ તાલુકા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનમાં મોટાપાયે ગેરરીતિ

author img

By

Published : Aug 14, 2020, 5:07 PM IST

દેવભૂમિ દ્વારકા: ઓખા મંડળમાં ટ્રક માલિકો ટ્રક ચલાવવાના હપ્તા આપે છે. જેથી ટ્રક માલિકો દ્વારકા પ્રાંત અધિકારી પાસે દોડી ગયા હતા.

ઓખામંડળ તાલુકા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનમાં મોટાપાયે ગેરરીતિ- ચાલે છે. ટ્રક માલિકો અને ટ્રક ચાલકોએ દ્વારકા પ્રાંતને આવેદન આપીને ફરિયાદ નોંધાવી હતી. એસોસિએશનની અંદર દ્વારકા તાલુકાની 1500થી 2000 ટ્રકો નોંધાયેલી છે.

એક ટ્રીપના રૂપિયા 200 થી 350 જેટલો રોકડામાં હપ્તો ઉઘરાવવામાં આવે છે. હપ્તો આપે તો જ ટ્રક ભરાય છે.
દર વર્ષે 1000 રૂપિયા એક ટ્રકના અલગથી ઉઘરાવવામાં આવે છે.

વર્ષે લાખો રૂપિયાનો ગેરકાયદેસર ઉઘરાણું તેમ છતાં પાનકાર્ડ અને બેંક ખાતા વગર ચાલે છે. વહીવટ બોગસ વાઉચર ઊભા કરીને ખર્ચ બતાવીને સરકાર અને ટ્રક માલિકોને ચૂનો લગાડવામાં આવ્યો છે.

દ્વારકા તાલુકાના ટ્રક માલિકો અને ટ્રક ચાલકો દ્વારા આ પહેલાં પણ દ્વારકા મામલતદારને ફરિયાદ કરી હોવા છતાં કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી.

શુક્રવારના રોજ ટ્રક માલિકો અને ટ્રક ચાલકો દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદન આપવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.