પહેલેથી જ અંબાણી પરિવાર ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા ધરાવે છે અને અવાર-નવાર મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમના પુત્રો સાથે ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હોય છે.
રવિવારે કોકિલાબેન અંબાણી દ્વારકાધીશના દર્શનાર્થે દ્વારકા પહોંચ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થયા હતા. આ સાથે જ કોકિલાબેને ધન્યતા અનુભવી હતી.